VIRAL / ક્રિકેટથી દૂર રહેલો ધોની ખેતી કરતો દેખાયો, વીડિયો વાયરલ

MS Dhoni tries his hand at organic farming of watermelon, papaya at Ranchi

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની લાંબા સમયથી ક્રિકેટથી દૂર છે. જોકે, હાલ તે ખેતી પર હાથ અજમાવી રહ્યો છે. ધોનીએ બુધવારે પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તે ઓર્ગેનિક ખેતીની શરૂઆત કરતા જોવા મળી રહ્યો છે. વીડિયોની સાથે કેપ્શનમાં ધોનીએ લખ્યું, રાંચીમાં 20 દિવસથી તરબૂચ અને પપૈયાની ઓર્ગેનિક ખેતીની શરૂઆત કરી છે. પહેલીવાર આટલો એક્સાઈટેડ છું. વીડિયોમાં ધોની ખેતી શરૂ કરતાં પહેલા પૂજા-અર્ચના કરતા જોવા મળી રહ્યો છે. ત્યારબાદ ધોની એક્સપર્ટ ખેડૂતો સાથે વાવણી શરૂ કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ