બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:03 PM, 24 May 2024
ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ 18 મેના રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે હાર્યા બાદ IPL 2024માંથી બહાર થઈ ગઈ હતી, ત્યારે ઘણા લોકોએ વિચાર્યું હતું કે આ એમએસ ધોનીની છેલ્લી મેચ છે. પરંતુ ધોનીએ નિવૃત્તિની જાહેરાત કરી ન હતી. આ કારણે ધોની હજુ મેદાન પર જોવા મળશે તેવી ચાહકોને આશા છે.
ADVERTISEMENT
જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ 18 મેના રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે હાર્યા બાદ IPL 2024માંથી બહાર થઈ ગઈ હતી, ત્યારે ઘણા લોકોએ માન્યુ હતું કે આ એમએસ ધોનીની છેલ્લી મેચ છે. આરસીબીના ખેલાડીઓએ તેમને વિદાય ન આપી હોવાના કારણે ઘણા કોમેન્ટેટર્સ ગુસ્સે પણ દેખાતા હતા. પરંતુ બધા જાણે છે કે ધોનીએ નિવૃત્તિની આવી કોઈ જાહેરાત કરી નથી. CSKના સીઈઓ કાસી વિશ્વનાથનને આશા છે કે મહેન્દ્રસિંહ ધોની આઈપીએલ 2025માં રમતા જોવા મળશે.
ADVERTISEMENT
ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચ આઈપીએલ ખિતાબ અપાવનાર ધોનીએ આ સિઝનની શરૂઆતના એક દિવસ પહેલા જ સુકાની પદ છોડવાનો નિર્ણય લીધો હતો. આ પછી ઋતુરાજ ગાયકવાડને આ જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારથી એવી અટકળો ચાલી રહી છે કે આ ટૂર્નામેન્ટમાં ધોનીની છેલ્લી સિઝન હોઈ શકે છે. પરંતુ કાશી વિશ્વનાથન એવું માનતા નથી.
વધુ વાંચોઃ શિખર ધવને રિટાયરમેન્ટને લઇ આપ્યા સંકેત, ટૂંક સમયમાં કરી શકે સંન્યાસની જાહેરાત
કાસી વિશ્વનાથને સીએસકેની યુટ્યુબ ચેનલ પર પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કહ્યું, 'મને ખબર નથી. આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ ફક્ત MS જ આપી શકે છે. અમે હંમેશા એમએસના નિર્ણયનું સન્માન કર્યું છે. અમે તેના પર છોડી દીધું છે.' તેણે કહ્યું, 'જેમ કે તમે બધા જાણો છો, તેણે હંમેશા પોતાના નિર્ણયો લીધા છે અને યોગ્ય સમયે તેની જાહેરાત કરી છે. અમે આશા રાખીએ છીએ કે જ્યારે તે નિર્ણય લેશે ત્યારે જ અમને તેના વિશે ખબર પડશે. વિશ્વનાથને કહ્યું, 'અમને સંપૂર્ણ આશા છે કે તે આવતા વર્ષે CSK માટે રહેશે. આ મારા અને પ્રશંસકોના વિચારો અને અપેક્ષાઓ છે.' ધોનીએ IPL 2024માં 73 બોલમાં 161 રન બનાવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ટ્રકનો પણ અકસ્માત / અમદાવાદ પ્લેન ક્રેશનો કાટમાળ લઇ જઇ રહેલા ટ્રકનો પણ અકસ્માત
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ટ્રકનો પણ અકસ્માત / અમદાવાદ પ્લેન ક્રેશનો કાટમાળ લઇ જઇ રહેલા ટ્રકનો પણ અકસ્માત
ADVERTISEMENT