બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / રાંચીના રોડ પર યામાહા બાઈક લઈને ફરવા નીકળ્યો ધોની, ચાહક ઓળખી જતાં જુઓ શું કર્યું?
Last Updated: 01:26 PM, 10 February 2025
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હંમેશા પોતાની સાદગી અને સરળ જીવનશૈલીથી લોકોના દિલ જીતી લે છે. ધોનીનું વ્યક્તિત્વ એવું છે કે તેને નાના મોટા સામાન્ય કે સેલિબ્રિટી દરેક તેને પ્રેમ કરે છે. ક્રિકેટમાંથી નિવૃત્ત થયા પછી હાલ તે રાંચીમાં શાંતિપૂર્ણ જીવન જીવી રહ્યો છે. તેના વીડિયો ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. ક્યારેક તે ખેતરોમાં કામ કરતો જોવા મળે છે તો ક્યારેક ટ્રેક્ટર ચલાવતો જોવા મળે છે. ઘણી વખત ધોનીને પોતાની બાઇક જાતે રિપેર કરતા જોવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોથી એક વાત હંમેશા સ્પષ્ટ થઈ છે કે ધોનીએ સફળતાની સાથે સાથે હંમેશા સાદગી પણ જાળવી રાખી છે. સ્ટારડમ ક્યારેય તેના માથે ચડી નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT
રાંચીના રસ્તા પર સ્પોટ થયો ધોની
તાજેતરમાં, ફરી એકવાર મહેન્દ્ર સિંહ ધોનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તે પોતાની સાદગીનું વધુ એક ઉદાહરણ આપતો જોવા મળે છે. વીડિયોમાં, ધોની તેના વતન રાંચીના રસ્તા પર બાઇક રાઇડનો આનંદ માણતો જોઈ શકાય છે. ધોની લાઈમલાઈટથી દૂર પોતાના શોખનો ભરપૂર આનંદ માણી રહ્યો છે. અને તેનો આ વિડીયો વાયરલ થયો છે.
વધુ વાંચો: VIDEO:ચેમ્પિયન ટ્રોફી પહેલા બાખડી પડ્યા અખ્તર અને હરભજનસિંહ, મેદાન વચ્ચે એકબીજાને માર્યો ધક્કો
ચાહકોએ વરસાવ્યો પ્રેમ
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર @viral_ka_tadka નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વાયરલ વીડિયોમાં ધોનીને રસ્તા પર બાઇક ચલાવતો જોઈને તેનો એક ફેન વીડિયો રેકોર્ડ કરે છે અને ધોની પોતાનો વીડિયો રેકોર્ડ કરી રહેલા વ્યક્તિને જોઈને સ્માઇલ આપે છે અને તેને હાથ હલાવીને હાય પણ કહે છે. ધોનીની આ સાદગી પર તેના ચાહકો ફીદા થઈ ગયા છે. ચાહકોએ ધોની પર પ્રેમ વરસાવતા કહ્યું કે, "એક જ તો દિલ છે માહી ભાઈ, કેટલીવાર જીતશો?"
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.