બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / MS Dhoni set to play 250th IPL match of his career

માહીભાઈની કમાલ / IPLનો ઊંચેરો માનવી ! ધોનીએ રચી દીધો ઈતિહાસ, આવી કમાલ કરનારો બન્યો પહેલો ખેલાડી

Hiralal

Last Updated: 08:03 PM, 29 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માહીના હુલામણા નામે જાણીતા મહેન્દ્ર સિંહ ધોનીએ આઈપીએલમાં એક મોટો રેકોર્ડ કર્યો છે.

  • આઈપીએલમાં સૌથી વધારે મેચ રમનાર ખેલાડી બન્યો ધોની
  • ગુજરાત ટાઈટન્સ સામેની ફાઈનલ પછી 250 મેચ પૂરી કરી 
  • આઈપીએલમાં સૌથી વધુ મેચ રમનાર ખેલાડીઓમાં રોહિત બીજા ક્રમે 

અમદાવાદના મોદી સ્ટેડિયમમાં ધોનીની આગેવાનીવાળી ચેન્નઈ સુપર કિંગ્સ અને હાર્દિક પંડ્યાની આગેવાની વાળી ગુજરાત ટાઈન્ટસ વચ્ચે આઈપીએલનો ખિતાબ જીતવા માટે ફાઈનલ રમાઈ રહી છે. ફાઈનલનો ટોસ ઉછાળતાં જ ધોનીએ આઈપીએલમાં એક મોટો રેકોર્ડ કર્યો છે જેને તોડવો કોઈ પણ ખેલાડી  માટે આસાન નથી. 

IPLમાં 250 મેચ રમનારો પહેલા ખેલાડી
ફાઈનલનો ટોસ ઉછાળતાં જ ધોની IPLમાં 250 મેચ રમનારો પહેલા ખેલાડી બની ગયો છે. 

2008માં ધોનીએ આઈપીએલ રમવા આવ્યો હતો 
2008માં ધોનીએ આઈપીએલ રમવા આવ્યો હતો તે શરુઆતમાં ચેન્નઈ સુપર કિંગ્સનો સભ્ય હતો અને કેપ્ટન તરીકે સેવા આપતો હતો પરંતુ 2013ના સ્પોટ ફિક્સિંગ કેસમાં સીએસકેનું નામ સામે આવ્યા બાદ તેના પર બે વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, ત્યારે માહી બે વર્ષ માટે પુણે સુપર જાયન્ટ્સ તરફથી રમય્યો હતો જોકે પ્રતિબંધ હટ્યાં બાદ તે ફરી ચેન્નઈની ટીમનો કેપ્ટન બન્યો હતો. 2016-17માં ફરી ધોની પુણેની ટીમનો સભ્યો બન્યો હતો જોકે તે પછી તે ફરી ચેન્નઈ સાથે જોડાયો હતો. 

ચેન્નાઇ સુપર કિંગ્સ માટે 220 મેચ રમ્યો 
ધોનીએ અત્યાર સુધી રમાયેલી 250 મેચમાંથી ચેન્નાઇ સુપર કિંગ્સ માટે 220 અને રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સ માટે 30 મેચ રમી છે. ધોની 2016 અને 2017માં પુણેની ટીમનો સભ્ય હતો. 

આઈપીએલમાં સૌથી વધુ મેચ રમનાર ખેલાડીઓમાં રોહિત બીજા ક્રમે 
આઈપીએલમાં સૌથી વધુ મેચ રમનારા ખેલાડીઓની યાદીમાં ધોની બાદ રોહિત શર્મા (243) બીજા ક્રમે છે. દિનેશ કાર્તિક (242) અને વિરાટ કોહલી (237) અનુક્રમે ત્રીજા અને ચોથા સ્થાને છે.

સંકળાયેલા મુદ્દાઓ

2023 ipl final CSK GT IPL final IPL Final 2023 MS Dhoni ms dhoni
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ