મેલબર્નઃ પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ચાહકો માટે સારા સમાચાર છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પસંદ કરવામાં આવેલ વનડે ટીમ સિવાય ન્યૂઝીલેન્ડ પ્રવાસની વનડે અને ટી-20 ટીમમાં 37 વર્ષના ધોનીનું નામ સામેલ છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ચાર ટેસ્ટ મેચોની સીરીઝ જો કે 1-1ની બરાબરી છે. ત્રીજા ટેસ્ટ શરૂ થવાના બે દિવસ પૂર્વે વનડે સીરીઝ માટે ટીમ ઇન્ડિયાએ જાહેરાત કરી દીધી છે. સાથે જ ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં રમાનાર વનડે અને ટી-20 સીરીઝ માટે પણ ભારતીય ટીમની પસંદગી કરવામાં આવી છે. સોમવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટ્વીટ કરીને સ્ક્વોડની જાણકારી આપી.
India’s squad for ODI series against Australia and New Zealand: Virat (Capt) Rohit (vc) KL Rahul Shikhar Rayudu DK Kedar Jadhav MS Dhoni (WK) Hardik Pandya Kuldeep Yadav Yuzvendra Chahal Ravindra Jadeja Bhuvneshwar Kumar Jasprit Bumrah Khaleel Ahmed Mohammed Shami
ટી-20 ટીમમાં ધોનીની વાપસી થઇ રહી છે. ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ત્રણ ટી-20 મેચોની સીરીઝ માટે ધોની ટીમમાં છે. ધોનીને વેસ્ટઇન્ડીઝ અને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ છેલ્લી ટી-20 સીરીઝમાં સામેલ નહોતો કરાયો અને તેમની જગ્યાએ વિકેટકીપર ઋણભ પંત અને દિનેશ કાર્તિકને મોકો આપવામાં આવ્યો હતો. ધોની ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની બન્ને હાજર વનડે સીરીઝમાં વિકેટકીપરની ભૂમિકામાં હશે. આ સિવાય કીવિયો વિરૂદ્ધ ટી-20 સીરીઝમાં પણ તેઓ વિકેટકીપર હશે. ઋષભ પંતને વનડે સીરીઝથી ડ્રોપ કરી દેવાયા છે જ્યારે દિનેશ કાર્તિકની વનડે સ્ક્વોડમાં વાપસી થઇ છે.
India’s squad for T20I series against New Zealand: Virat(Capt) Rohit (vc) KL Rahul Shikhar Dhawan Rishabh Pant Dinesh Karthik Kedar Jadhav MS Dhoni (WK) Hardik Pandya Krunal Pandya Kuldeep Yadav Yuzvendra Chahal Bhuvneshwar Kumar Jasprit Bumrah Khaleel Ahmed
ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ત્રણ વનડે મેચોની સીરીઝ રમાશે જ્યારે શરૂઆત 12 જાન્યુઆરીએ થશે. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પ્રથમ વનડે મુકાબલો સિડનીમાં થશે જ્યાં ભારતીય ટીમ ટેસ્ટ સીરીઝની ચોથી અને છેલ્લી મેચ રમાશે. ત્યારબાદ ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન કીવીયોં વિરૂદ્ધ 5 વનડે મેચોની સીરીઝ રમાશે જે પહેલા મેચ 23 જાન્યુઆરીએ નેપિયરમાં રમાશે.