બ્રેકિંગ ન્યુઝ
Parth
Last Updated: 05:31 PM, 1 November 2020
ADVERTISEMENT
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ થોડા મહિના પહેલા જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે અને આઈપીએલમાં રમી રહ્યા છે. ચેન્નઈ સુપર કિંગ્સ હાલમાં પ્લેઓફની રેસમાંથી બહાર થઇ ગઈ છે અને લીગમાં હવે ચેન્નઈ છેલ્લી મેચ રમી રહી છે ત્યારે ટોસ વખતે ધોનીને સવાલ કરવામાં આવ્યો કે શું તમે પીળી જર્સીમાં છેલ્લી મેચ રમી રહ્યા છો ?
ADVERTISEMENT
ધોનીએ આ વર્ષે 15મી ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય કરિયરને અલવિદા કહી દીધું, આ સીઝનમાં ધોની અને ચેન્નઈની ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે અને ધોની પોતે પણ બેટિંગમાં કંઈ ખાસ કરી શક્યા નથી ત્યારે ઘણા બધા લોકો સવાલ કરી રહ્યા છે કે શું આ ધોનીની છેલ્લી મેચ તો નથી ને ?
આજે પંજાબ સામે રમાતી મેચમાં જ્યારે ટોસ કરવામાં આવ્યો ત્યારે ધોનીને પૂછવામાં આવ્યું કે ચેન્નઈ માટે તમારી આ છેલ્લી મેચ તો નથી ને ? ત્યારે ધોનીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે 'નિશ્ચિતરૂપ નહીં' એટલે કે હવે માહીના ચાહકોને સંકેત મળી ગયા છે કે કેપ્ટન કૂલ હજુ આઈપીએલની આગામી સિઝનમાં પણ રમતા દેખાશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
World Cup Qualifiers / FIFA વર્લ્ડકપ 2026 માટે સીધો જ ક્વૉલિફાય થઇ ગયો આ દેશ, જુઓ કઇ રીતે
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.