ચેન્નાઇ સુપરકિંગ્સના નિયમિત કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની તાવના કારણે શુક્રવારે મુંબઇ ઇન્ડિયન્સની વિરુદ્ઘ IPL મેચ નહતો રમી શક્યો. વર્ષ 2010 પછી આ બીજી વખત છે જ્યારે 3 વખત IPL વિજેતા કેપ્ટન ચેન્નાઇ સુપર કિંગ્સ માટે મેચ ના રમી શક્યો હોય, ધોનીની જગ્યાએ આ મેચમાં સુરેશ રૈનાને ટીમની કેપ્ટન્સી કરી હતી.
#Thala missing out a game for the second time this season, this time due to fever! 😢
ચેન્નાઇ સુપરકિંગ્સે પોતાના ટ્વિટર પર લખ્યુ કે, ''થાલા (ધોની) આ સિઝનમાં બીજી વખત મેચમાંથી બહાર છે, આ વખતે તાવ કારણ છે.'' સુરેશ રૈનાને ધોનીની ગેરહાજરીમાં કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
આ પહેલા પણ સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદની વિરુદ્ઘ IPL મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીને પીઠમાં દુખાવાના કારણે મેચ નહતો રમ્યો. આ મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સને સનરાઇઝર્સ હૈદરાબાદની સામે 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.
ધોની વગર ચેન્નાઇ સુપરકિંગ્સને મુંબઇ ઇન્ડિયન્સએ 46 રનથી માત આપીને ચેપૉક સ્ટેડિયમમાં તેમના વિજય અભિયાનમાં રોક લગાવી દીધી અને આ જીત સાથે મુંબઈના 11 મેચમાં 14 પોઇન્ટ સાથે પોઈન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને છે. મુંબઈ બાકીની 3માંથી 1 મેચ જીતે તો પ્લે-ઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી દેશે. યારે ચેન્નાઈના 12 મેચમાં 16 પોઇન્ટ છે અને તે પ્રથમ સ્થાને મજબૂત છે.
મુંબઇની શાનદાર જીત:
ટૉસ હારીને પહેલૈ બેટિંગ કરવા માટે આવેલી મુંબઇ ઇન્ડિયન્સની ટીમે 20 ઑવરમાં 4 વિકેટ ગુમાવીને 155 રન કર્યા, જ્યારે CSKને જીત માટે 156 રનનો ટાર્ગેટ આપ્યો. ટાર્ગેટનો પીછો કરવા માટે આવેલી CSKએ 17.4 ઑવરમાં 109 રને ઑલઆઉટ થઇ ગઇ. મુંબઈ માટે લસિથ મલિંગાએ 4 વિકેટ, જસપ્રીત બુમરાહ અને કૃણાલ પંડ્યાએ 2-2 વિકેટ જયારે હાર્દિક પંડ્યા અને અનુકૂલ રોયે 1-1 વિકેટ લીધી હતી.