બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / MS Dhoni is coming with a film with Nayantara! Former Indian cricket captain to make films in Tamil, Telugu, Malayalam

મનોરંજન / ક્રિકેટમાં કમાલ કર્યા બાદ હવે ફિલ્મી દુનિયામાં ધમાલ મચાવશે ધોની? સાઉથની સુપરસ્ટાર સાથે થઈ શકે છે શરૂઆત

Last Updated: 02:21 PM, 11 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ જણાવ મળ્યું છે કે ધોની તેના કરિયરની નવી મેચ રમવા માટે તૈયાર છે. ધોનીની પહેલી ફિલ્મમાં સાઉથની આ અભિનેત્રી નજર આવશે.

  • મહેન્દ્ર સિંહ ધોનીનું નામ ઘણી વખત મનોરંજન ઇન્ડસ્ટ્રી સાથે જોડવામાં આવ્યું
  • સાઉથની આ અભિનેત્રી સાથે આવશે પહેલી ફિલ્મ 
  • ધોની એન્ટરટેઈનમેન્ટ બનાવવાના હતા વેબ સીરીઝ 

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને દરેક લોકો ઓળખે છે. એમની રમતને લોકો આજે પણ ક્રિકેટ ગ્રાઉન્ડ પર યાદ કરે છે. ધોનીનું નામ ઘણી વખત મનોરંજન ઇન્ડસ્ટ્રી સાથે જોડવામાં આવ્યું એ વિશે અઆપણે બધા જાણીએ છીએ. ધોનીના કરિયરની શરૂઆતમાં તેનું નામ અભિનેત્રીઓ સાથે જોડવામાં આવ્યું હતું એ પછી એવું કહેવામાં આવતું હતું કે ધોની નિવૃત્તિ પછી અભિનય તરફ જઈ શકે છે. જો કે આ બધી વાતો બસ અફવા બનીને રહી ગઈ હતી. 

આ બધા પછી એક નવા સમાચાર સામે આવ્યા છે અને તેમ જણાવ મળ્યું છે કે ધોની તેના કરિયરની નવી મેચ રમવા માટે તૈયાર છે. વર્ષ 2019માં ધોનીએ તેનું પ્રોડક્શન હાઉસ ધોની એન્ટરટેઈનમેન્ટ શરૂ કર્યું હતું એ વિશે અઆપણે બધા જાણીએ છીએ. હાલ એ પ્રોડક્શન હાઉસ ધોની તેની પત્ની સાક્ષી સાથે ચલાવે છે. હાલ એવી માહિતી મળી છે કે ધોની હવે તેના એ પ્રોડક્શન હાઉસને મોટા સ્તરે લઈ જવા માટે તૈયાર છે અને હવે જલ્દી જ ફિલ્મો પણ લાવશે. 

સાઉથની આ અભિનેત્રી સાથે આવશે પહેલી ફિલ્મ 
કેહાલ આ વાતને લઈને અનેક મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ધોની એન્ટરટેઈનમેન્ટ તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોના પ્રોડકશનમાં આગળ વધવાનું વિચારી રહ્યા છે.જો કે આ સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ધોનીની પહેલી ફિલ્મની અભિનેત્રી લેડી સુપરસ્ટાર નયનતારા હશે. જો કે આ અહેવાલોને હજુ કોઈ તરફથી સત્તાવાર સમર્થન આપવામાં આવ્યું નથી. 

 
પહેલા પણ આવ્યા હતા આવા સમાચાર 
આ વર્ષેના મે મહિનામાં પણ કઇંક આવી જ રિપોર્ટ્સ સામે આવી હતી અને તેમ જાણવા મળ્યું હતું કે ધોનીની કંપની નયનતારા સાથે ડીલ કરી રહી છે અને આ વાત સંજયનામના વ્યક્તિ એ કહી હતી. એ સમયે ધોની એન્ટરટેનમેન્ટે તેના ઓફિશિયલ એકાઉન્ટમાંથી એક સ્ટેટમેન્ટ શેર કર્યું હતું અને કહ્યું હતું કે સંજય નામનો કોઈ વ્યક્તિ તેની સાથે કામ નથી કરી રહ્યો. જો કે એમ સમયે એમને કહ્યું હતું કે થોડા સમયમાં તેઓ કોઈ નવા અને મોટા પ્રોજેક્ટ્સ લઈને આવી રહ્યા છે. 

ધોની એન્ટરટેઈનમેન્ટની વેબ સીરીઝ 
2020માં એવા સમાચાર આવ્યા હતા કે ધોનીની કંપનીએ ડેબ્યુ કરી રહેલ લેખકના પુસ્તકના રાઈટ્સ ખરીદ્યા હતા અને તેના પર વેબ સીરીઝ બનાવવાનો પ્લાન પણ કરવામાં આવ્યો હતો. 'ધ હિડન હિન્દુ' નામના આ પ્રોજેક્ટની સાક્ષી ધોનીએ પણ પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે આ એક અઘોરીની વાર્તા હશે. હાલમાં આ પ્રોજેક્ટ પરની અપડેટ વિશે કશું કહેવામાં આવ્યું નથી. 

સંકળાયેલા મુદ્દાઓ

MS Dhoni Nayantara એમ એસ ધોની નયનતારા મહેન્દ્ર સિંહ ધોની ms dhoni
Megha
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ