બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL પહેલા ધોનીને ઝારખંડ હાઈકોર્ટે ફટકારી નોટિસ, આ કેસમાં હાજર થવાનો આદેશ

સ્પોર્ટ્સ / IPL પહેલા ધોનીને ઝારખંડ હાઈકોર્ટે ફટકારી નોટિસ, આ કેસમાં હાજર થવાનો આદેશ

Last Updated: 10:54 AM, 13 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આઈપીએલની આગામી સીઝન પહેલા ધોની એક મામલે ફસાઈ ગયા છે. તેમને ઝારખંડ હાઈકોર્ટથી એક નોટિસ મળી છે. જાણો શું છે સમગ્ર મામલો.

ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL 2025ની આગામી સિઝનમાં પણ રમતા જોવા મળશે. આઈપીએલ મેગા ઓક્શન પહેલા તેમની ટીમ ચેન્નઈ સુપરકિંગ્સે તેમને 4 કરોડ રૂપિયામાં રિટેન કર્યા છે. તેઓ અનકેપ્ડ પ્લેયરની કેટેગરીમાં રિટેન થયા છે. બીસીસીઆઈએ ભારત માટે 5 કે તેથી વધુ સમયથી ક્રિકેટ નહીં રમતા ખેલાડીઓને અનકેપ્ડ પ્લેયરની કેટેગરીમાં રાખવાનો નિર્ણય લીધો છે. આ નિયમને 2021માં ખતમ કરી દેવામાં આવ્યો હતો. જેને આ વખતે ફરીથી લાગૂ કરી દેવામાં આવ્યો છે. આનો ફાયદો ઉઠાવતા ચેન્નઈએ ધોનીને 4 કરોડ રૂપિયામાં જ રિટેન કરી લીધા. ત્યારે હવે આઈપીએલની આગામી સીઝન પહેલા ધોની એક મામલે ફસાઈ ગયા છે. તેમને હાઈકોર્ટથી એક નોટિસ પણ મળી ગઈ છે.

કયા મામલામાં ફસાયા ધોની?

મામલો એવો છે કે ઝારખંડ હાઈકોર્ટે મંગળવારે ચેન્નઈ સુપરકિંગ્સના પૂર્વ કેપ્ટન ધોનીને તેમના પૂર્વ ભાગીદારો મિહિર દિવાકર અને સૌમ્યા દાસ દ્વારા એક કેસમાં નોટિસ જારી કરી. દિવાકર અને દાસ 'આરકા સ્પોર્ટ્સ એન્ડ મેનેજમેન્ટ લિમિટેડ'ના ડિરેક્ટર છે. તેમણે ધોની સાથે પોતાના નામે ક્રિકેટ એકેડમી ખોલવા માટે કરાર કર્યો હતો.

PROMOTIONAL 11

ધોનીએ નોંધાવી હતી ફરિયાદ

ધોનીએ એ બંને પર છેતરપિંડીનો આરોપ લગાવીને 5 જાન્યુઆરીએ રાંચીમાં તેમના વિરુદ્ધ ફોજદારી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેમણે આરોપ લગાવ્યો કે 2021 માં તેમના દ્વારા આનો અધિકાર રદ કરાયા પછી પણ બંનેએ તેમના નામનો ઉપયોગ કરવાનું ચાલુ રાખ્યું. ક્રિકેટરે આરોપ લગાવ્યો કે તેમની સાથે 15 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી.

આ પણ વાંચો: રાહુલ દ્રવિડના હોશ ઊડી ગયા, નાની છોકરીએ કરી ઘાતક બોલિંગ, પૂર્વ કોચ હેરાન

હાઈકોર્ટે ધોનીને આપ્યો આ આદેશ

દિવાકર અને દાસે રાંચીની એક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ દ્વારા તેમની સામે લીધેલા સંજ્ઞાનને પડકારતા હાઈકોર્ટમાં પહોંચ્યા. હાઈકોર્ટે ધોનીને આ મામલે હાજર થવા અને પોતાનું વલણ સ્પષ્ટ કરવા આદેશ આપ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

MS Dhoni IPL 2025 Jharkhand High Court
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ