બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 11:21 AM, 7 June 2023
ADVERTISEMENT
MS ધોનીની કેપ્ટન્સીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ પાંચમી વખત ઈન્ડિયન પ્રીમિયર લીગની ચેમ્પિયન બની. જણાવવામાં આવી રહ્યું હતું કે ધોની આ સીઝન બાદ સન્યાસ લેવાની જાહેરાત કરી ગેશે પરંતુ તેમણે હજુ એક સીઝન રમવાની જાહેરાત કરી છે.
ADVERTISEMENT
શું તમે જાણો છો કે મેદાનની બહાર પણ ધોની ઘણી વસ્તુઓમાં માસ્ટર છે. ખાસ કરીને બિઝનેસમાં. આજ કારણ છે કે ધોની ભારતના સૌથી અમીર સ્પોર્ટ્સમેનમાંથી એક માનવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર ધોનીની કુલ નેટવર્થ 1 હજાર કરોડથી પણ વધારે છે. ક્રિકેટ ઉપરાંત ધોની મલ્ટીપલ બિઝનેસ ઓનર પણ છે.
રીતિ સ્પોર્ટ્સ મેનેજમેન્ટ કંપની
MS ધોનીની રીતિ સ્પોર્ટ્સ નામની એક મેનેજમેન્ટ કંપનીમાં ભાગીદારી છે. આ સ્પોર્ટ્સ મેનેજમેન્ટ કંપનીદુનિયાના ઘણા મોટા અને દિગ્ગજ ખેલાડીઓનું મેનેજમેન્ટનું કામ સંભાળે છે. સાઉથ આફ્રીકાના પૂર્વ કેપ્ટન અને આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની આગેવાની કરનાર ફાફ ડુપ્લેસી, ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને ભુવનેશ્વર કુમાર રીતિ સ્પોર્ટ્સ મેનેજમેન્ટના ક્લાઈન્ટ છે.
ધોનીની ફૂટવેર બ્રાન્ડ
સ્પોર્ટ્સ મેનેજમેન્ટ કંપની ઉપરાંત ધોનીએ આ વર્ષે 2016માં પોતાના કપડા અને ફૂટવેર બ્રાન્ડ સેવનને લોન્ચ કરી હતી. આ કંપનીમાં ધોનીનો સંપૂર્ણ માલિકી હક છે. ફક્ત ફૂટવેર જ નહીં, ધોનીએ ફૂડ એન્ડ બેવરેજમાં પણ રોકાણ કર્યું છે.
ધોનીએ ખાદ્ય અને પેય સ્ટાર્ટ અપ 7 In Brewsમાં પણ રોકાણ કર્યું છે. તેના ઉપરાંત તેમણે કોપ્ટર 7ના નામથી એક ચોકલેટ બ્રાન્ડને પણ લોન્ચ કરી છે. આ બ્રાન્ડ તેમના હેલીકોપ્ટર શોર્ટથી પ્રેરિત છે.
ધોનીની ફિટનેસ કંપની
ધોનીની ઓળખ દુનિયાભરમાં એક ફિટ ક્રિકેટરના રીતે રહી છે. આજ કારણ છે કે તેમણે ફિટનેસને પ્રોત્સાહન આપવા માટે એક ચેનની શરૂઆત કરી જેનું નામ ધોની સ્પોર્ટ્સફિટ પણ છે. દેશભરમાં કુલ 200થી વધારે ફિટનેસ ચેન ખુલેલી છે.
હોકી ટીમના માલિક છે ધોની
ધોનીના દરેક ફેનને ખબર છે કે તે ક્રિકેટથી પહેલા ફૂટબોલમાં ગોલકીપિંગ કરતા હતા. ક્રિકેટના ઉપરાંત પણ તેની અન્ય બાકી રમતમાં પણ ખૂબ રૂચી રહી છે. આ કારણ છે કે તેમણે હોકી અને ફૂટબોલની ટીમમાં પોતાનું રોકાણ કર્યું છે. ધોની ઈન્ડિયન સુપર લીગના ચેન્નાઈ એફસીમાં ફૂટબોલ ટીમના માલિક છે. ફક્ત આટલું જ નહીં તે હોકી ટીમ રાંચી રેન્જના સહ-માલિક પણ છે.
ધોનીની ઈન્ટરનેશન સ્કૂલ
MS ધોનીએ બેંગ્લોરમાં એક સ્કૂલની શરૂઆત કરી છે. ધોનીની સ્કૂલનું નામ 'MS ધોની ગ્લોબલ સ્કૂલ ઈંગ્લિશ મીડિયમ છે.' ધોનીની સ્કૂલની સાથે દિગ્ગજ સોફ્ટવેર કંપની માઈક્રોસોફ્ટ પણ છે જેમાં પ્રોગ્રામિંગ જેવા સિલેબસ ભણાવવામાં આવે છે.
ધોનીનું પ્રોડક્શન હાઉસ
ધોનીએ ફિલ્મ ઉદ્યોગમાં પણ પોતાનો હાથ અજમાવ્યો છે. ધોનીએ એક પ્રોડક્શન હાઉસની શરૂઆત કરી છે જેનું નામ ધોની એન્ટરટેઈનમેન્ટ છે. તેના પ્રોડક્શનના લેટ્સ ગેટ મેરેજમાં પૈસા લગાવ્યા છે. આ એક તમિલ ફિલ્મ છે. હાલમાં જ આ મૂવીના પોસ્ટરને લોન્ચ કરવામાં આવ્યું હતું.
ફૂડ કંપનીમાં કર્યું છે રોકાણ
ભારતના પૂર્વ કેપ્ટન MS ધોનીએ શાકા હૈરી નામના એક સ્ટાર્ટઅપમાં રોકાણ કર્યું છે. આ કંપની પ્લાન્ટ બેસ્ડ પ્રોટીન બનાવવાનું કામ કરે છે. શાકા હેરી નામના આ સ્ટાર્ટઅપમાં ધોની ઉપરાંત મનુ ચંદ્રા જેવા રોકાણકાર છે.
ડ્રોન કંપનીમાં ધોનીનું રોકાણ
ધોનીએ એક ટેક્નોલોજી કંપનીમાં પણ રોકાણ કર્યું છે. આ કંપનીનું નામ ગરૂડ એપરોસ્પેસ છે. આ કંપનીમાં ધોનીના ઈન્વેસ્ટમેન્ટ વિશે કોઈ જાણકારી નથી. ધોની આ કંપનીમાં બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. આ કંપનીનું મુખ્ય કામ ડ્રોન બનાવવાનું છે.
હોટલ કંપનીના માલિક છે ધોની
આ ઉપરાંત MS ધોની હોટલ કંપનીના પણ માલિક છે. ઝારખંડની રાજધાની રાંચીમાં માહી રેસિડેન્સીના નામથી હોટલ પણ છે. જોકે આ કોઈ હોટલ ચેઈન નથી. ધોનીની અહીં એક માત્ર હોટલ છે જે રાંચીમાં છે.
કેટલી છે ધોનીની નેટવર્થ?
લગભગ 10થી વધારે બિઝનેસ અને સ્ટાર્ટઅપમાં રોકાણ કરનાર ધોનીની કુલ નેટવર્થ 1030 કરોડના નજીક છે. ધોની હાલના સમયમાં ચેન્નાઈ સુપર કિંગ્સના સદસ્ય છે. આ ફ્રેન્ચાઈઝી પાસેથી તેમને વાર્ષીક 12 કરોડની મોટી રકમ મળે છે. આ ઉપરાંત એન્ડોર્સમેન્ટ અને પ્રાઈઝ મની અલગ છે.
ત્યાં જ ધોની એક ટીવી એડ માટે 3.5 કરોડથી 6 કરોડ સુધી ચાર્જ કરે છે. ત્યાં જ બધી ગણતરી કરીને કુલ 45 અલગ અલગ કંપનીઓની તે એડ કરે છે. ધોનીએ વર્ષ 2011માં ઉત્તરાખંડમાં એક શાનદાર ઘર પણ ખરીદ્યું હતું જેની કિંમત 18 કરોડ છે. ત્યાં જ તેની પાસે કરોડોની સ્પોર્ટ્સ કાર અને બાઈકનું પણ કલેક્શન છે. આ કારણ છે કે તે નેટવર્થના મામલામાં કોઈ ભારતીય ક્રિકેટરોથી ખૂબ આગળ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.