બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / MPs from Gujarat are responsible for a new department in the cabinet
Shyam
Last Updated: 08:45 PM, 15 August 2021
ADVERTISEMENT
ગુજરાતમાંથી નવા ત્રણ સાંસદોને કેબિનેટમાં સ્થાન અપાયું છે. તો તેની સાથે મનસુખ માંડવિયાને દેશના સ્વાસ્થય મંત્રી તરીકેની સૌથી મોટી જવાબદારી અપાઈ ચૂકી છે. ડૉ.હર્ષવર્ધનની જગ્યાએ હવે દેશના નવા સ્વાસ્થય મંત્રી તરીકે કામગીરી ગુજરાતીના માથે સોંપાઈ છે. દેશમાં સંભવિત ત્રીજી લહેર અગાઉ મનસુખ માંડવિયાને મોટી જવાબદારી આપી છે. તો આ સાથે પરસોત્તમ રૂપાલાને પણ મહત્વની જવાબદારી આપી છે. પરસોત્તમ રૂપાલાને પણ કેબિનેટમાં સ્થાન આપી ડેરી અને મસ્ત્ય વિભાગની જવાબદારી સોંપાઈ છે.
ADVERTISEMENT
ગુજરાતમાંથી કેન્દ્રમાં મંત્રીઓને મળી આ જવાબદારી
મોદી સરકારમાં ગુજરાતના બે નેતાઓ મનસુખ માંડવિયા અને પુરુષોતમ રુપાલાને પ્રમોશન આપીને તેમને કેબિનેટ મંત્રી બનાવાયા છે. આ બંને નેતાઓ પાટીદાર ચહેરો પણ છે. પાટીદારોના નેતાઓનું વધુ એક વરચસ્વ કેન્દ્રમાં સ્થાપિત થયું છે. મહત્વનું છે કે, ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા પાટીદાર સી.એમ તો નહીં. પરંતુ નારાજ પાટીદારો માટે કેન્દ્રમાં પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાનું કદ વધારી દેવાયું છે. આ સાથે રસપ્રદ વાત એપણ છે કે, પરસોત્તમ રૂપાલા એ કડવા પાટીદાર સમાજમાંથી આવે છે. જ્યારે મનસુખ માંડવિયા લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે. આમ પાટીદારોના બંને ઘડાને સમાન નેતૃત્વ પણ અપાયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ઉત્સાહ પર પાણી ? / નવરાત્રીના છેલ્લા દિવસે મેઘરાજાની રમઝટ, આ જીલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.