બ્રેકિંગ ન્યુઝ
Vikram Mehta
Last Updated: 08:49 PM, 13 December 2023
ADVERTISEMENT
સંસદની આજે 22મી વરસી છે. લોકસભાની સુરક્ષામાં એક મોટી ચૂક જોવા મળી છે. સંસદની કાર્યવાહી દરમિયાન દર્શક વિસ્તારમાં બેસેલ 2 અજાણ્યા વ્યક્તિઓ સાંસદની સીટ પર કૂદી પડ્યા, ત્યારપછી સંસદમાં હંગામો થયો હતો. સાંસદ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભાગવા લાગ્યા. કેટલાક સાંસદોએ હિંમત દાખવીને તે વ્યક્તિને પકડી લીધી અને તેની ધોલાઈ કરી. આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે.
સામાન્ય રીતે સંસદ અને બહાર સરકાર-વિપક્ષમાં વિરોધ અને તકરાર જોવા મળતી હોય છે પણ જ્યારે સદનમાં સુરક્ષાની વાત આવી ત્યારે એક સમગ્ર દેશે પક્ષ અને વિપક્ષની એકતા જોઈ છે. પક્ષ અને વિપક્ષે સાથે મળીને સુરક્ષાનો ભંગ કરનાર વ્યક્તિને મેથીપાક ચખાડ્યો છે. જુઓ આ વિડીયો.
ADVERTISEMENT
Kabhi kabhi criminals ko handle krne ke liye criminal record wale Politicians he chahiye 🤣🤣
— TEJAS 🚩 (@Tejas0009) December 13, 2023
Who says India doesn't have unity 😹
#ParliamentAttack pic.twitter.com/BV6E3eYoqy
વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, કોઈ સાંસદે આરોપીને થપ્પડ ફટકાર્યો તો કોઈએ તેના વાળ ખેંચ્યા. કેટલાક સાંસદોએ પીઠ પર મુક્કા પણ માર્યા. નાગૌરના સાંસદ હનુમાન બેનીવાલે સૌથી પહેલા તે વ્યક્તિની ધરપકડ કરી, ત્યારપછી સાંસદોએ તે વ્યક્તિની ધોલાઈ કરી અને આરીપોને સુરક્ષાકર્મીઓને સોંપી દીધો. સોશિયાલ મીડિયા પર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે.
સંસદમાં હંગામો ઉભો કરનાર વ્યક્તિનું નામ સાગર શર્મા અને મનોરંજન છે. આ બંને આરોપી ભાજપ સાંસદ પ્રતાપ સિન્હાના રેફરન્સથી લોકસભામાં દાખલ થયો હતો. સાગર લખનઉનો રહેવાસી છે અને તેના પિતા સુથાર છે. સાગર શર્માની માતાએ દાવો કર્યો કે, તે ઘરેથી ધરણાં અને પ્રદર્શનનું જણાવીને ગયો હતો.
લોકસભામાં સુરક્ષામાં અડચણ ઊભી કરનાર મનોરંજનના પિતા દેવરાજે જણાવ્યું કે, ‘જો મારા દીકરાએ કંઈ સારું કર્યું હશે તો હું તેનું સમર્થન કરીશ. જો તેણે કંઈ ખોટું કર્યું છે તો હું તેને વખોડી કાઢુ છું. તેણે સમાજ માટે કંઈ ખોટું કર્યું છે તો તેને ફાંસી આપવામાં આવે.’
સુરક્ષાકર્મીઓએ સંસદની બહાર હંગામો કરનાર નીલમ અને અમોલ શિંદેની ધરપકડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ વ્યક્તિ દિલ્હીની બહાર રહે છે. તમામ આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું કે, તમામ 4 આરોપી એકબીજાને ઓળખે છે. સોશિયલ મીડિયાની મદદથી એકબીજા સાથે મુલાકાત કરી હતી. આ સમગ્ર ઘટનાનો પ્લાન બનાવ્યો અને સફળતાપૂર્વક તેનો અમલ કર્યો. આરોપીઓનો ઉદ્દેશ્ય શું હતો તે હજુ સુધી જાણી શકાયું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.