બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / MP Rajesh Chudasama appeared in a meeting after a long time

વેરાવળ / આખરે સાંસદ રાજેશ ચુડાસમા દિલ્હીમાં એક બેઠકમાં દેખાયા, ડૉ.અતુલ ચગ આપઘાત કેસમાં લાગ્યા છે ગંભીર આરોપ

Dinesh

Last Updated: 11:14 PM, 17 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાંસદ રાજેશ ચુડાસમા ઘણા સમય બાદ એક બેઠકમાં દેખાયા છે, દિલ્લીમાં રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશના કાર્યાલય ખાતે થઇ હતી બેઠક

  • સાંસદ રાજેશ ચુડાસમા ઘણા સમય બાદ એક બેઠકમાં દેખાયા 
  • દિલ્લીમાં યોજાયેલી એક બેઠકમાં દેખાયા સાંસદ રાજેશ ચુડાસમા
  • દિલ્લીમાં રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશના કાર્યાલય ખાતે થઇ હતી બેઠક


સાંસદ રાજેશ ચુડાસમા ઘણા સમય બાદ એક બેઠકમાં દેખાયા છે. દિલ્લીમાં યોજાયેલી એક બેઠકમાં સાંસદ રાજેશ ચુડાસમા દેખાયા છે. કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના સાંસદો મળ્યા ત્યારે રાજેશ ચુડાસમા ઉપસ્થિત હતા. તમને જણાવી દઈએ કે, ડૉ.અતુલ ચગના આત્મહત્યા કેસમાં રાજેશ ચુડાસમા સામે આક્ષેપ થયા છે.

ડૉ.અતુલ ચગના આત્મહત્યા કેસમાં રાજેશ ચુડાસમા સામે થયા છે આક્ષેપ
ડૉ.અતુલ ચગના પરિવારજનોની માગ છે કે સાંસદ ચુડાસમા સામે ફરિયાદ દાખલ કરવામાં આવે જેને લઈ પરિજનોએ હાઈકોર્ટના પણ દરવાજા ખખડાવ્યા છે. ડૉ.અતુલ ચગે સ્યુસાઇડ નોટમાં રાજેશ ચુડાસમાનું નામ લખ્યું છે. દિલ્લીમાં રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશના કાર્યાલય ખાતે એક બેઠક થઇ હતી અને  જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના રેલવે પ્રોજેક્ટ સંદર્ભે ચર્ચા કર્યાનો ટ્વીટમાં ઉલ્લેખ કર્યો છે.

પરિવારજનોનો આક્ષેપ
પરિવારજનોએ કહ્યું હતું કે, અતુલ ચગે રાજેશ ચુડાસમાના પિતાનો જીવ બચાવ્યો હતો. આમ છતાં તેમણે અતુલ ચગનો જીવ લીધો છે. વધુમાં પરિવારના સભ્યોએ કહ્યું કે, ડૉ.અતુલ ચગ આર્થિક કારણથી આવું પગલું ક્યારેય ભરે નહીં. તે મજબૂત મનોબળના માનવી હતા. અતુલ ચગે પોતાના જીવનમાં અનેક ચડાવ-ઉતાર જોયા છે. જેથી તેઓ આર્થિક કારણોસર આત્મહત્યા જેવું પગલું ભરી શકે નહીં. 

ન્યાય આપવાની માગ
અતુલ ચગના આપઘાત બાદ સુસાઇડ નોટ પણ મળી હતી. જેમાં નારણ નામના વ્યક્તિ અને રાજેશ ચુડાસમાનું નામ હતું. જેથી રઘુવંશી ક્રાંતિ મંચના ઉપપ્રમુખે રાજકીય વગ ધરાવતા લોકોને આપઘાત માટે જવાબદાર ગણાવ્યા હતા. સાથે જ તેમણે સુસાઇડ નોટમાં રાજકીય વગ ધરાવતા લોકોના નામ હોવાનું નિવેદન આપ્યું હતું. જવાબદાર લોકો સામે નક્કર કાર્યવાહી કરવા અને મૃતક તબીબના પરિવારને ન્યાય આપવાની માગ કરી હતી
 

સંકળાયેલા મુદ્દાઓ

MP Rajesh Chudasama Meeting Rajesh Chudasama સાંસદ રાજેશ ચુડાસમા MP Rajesh Chudasama
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ