બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સાંસદ ગેનીબેન ઠાકોરે પાળ્યું વચન, ભાઈઓને ખવડાવી સુખડી, આગેવાનો ઉપર ફૂલો વરસાવ્યા
Last Updated: 09:14 PM, 16 June 2024
બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરે લોકસભાની ચૂંટણી જીતી સાંસદ બન્યા બાદ વચન પાળ્યું છે. તેઓ ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોને મતોનું મામેરૂ ભરવાનું કહેતા હતાં. જેમણે મતદારો પાસે મામેરામાં મતો માંગ્યા હતા ત્યારે મતદારો તેમણે જીત અપાવતા તેમણે મતદારોને સુખડી ખવડાવી છે.
ADVERTISEMENT
ગેનીબેને મામેરૂ મીઠું કરાવ્યું
ADVERTISEMENT
ગેનીબેને મામેરાની માતર (સુખડી) ખવડાવી છે. થરાદમાં બહેનના મામેરાની ભાઈઓએ સુખડી ખાઈ બહેન ગેનીબેન પર ફૂલ વરસા કરી હતી. આ દરમિયાન ગેનીબેન ઠાકોરે પોલીસ બાબતે લોકોને ટકોર કરી હતી. તેમણે કહ્યું હતું કે, ખોટી રીતે પોલીસ હેરાન કરે તો જાણ કરજો, પોલીસ આપણા ટેક્સના પૈસાનો પગાર લઈ રહ્યા છે
'બુટલેગરોના હપ્તા લઈ પોલીસ યુવાનોને બરબાદ કરી રહી છે'
સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, બુટલેગરોના હપ્તા લઈ પોલીસ યુવાનોને બરબાદ કરી રહી છે. બે નંબર આવકના પોલીસ જ હપ્તા લે છે. વધુમાં કહ્યું હતું કે, મોટો લોર્ડ કર્ઝન ભલે હોય એને જે ભાષામાં કહેવાનું હશે તે કહીશું. કોંગ્રેસના કાર્યકારો બે નંબરના ધંધા કરતા નથી એટલે ડરવાની જરૂર નથી
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.