બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / સેલરી માત્ર 9000, છતાંય વારંવાર વિદેશ ફરવા જતો રહેતો આ યુવક, પોલીસે પકડ્યો તો ખુલ્યા ચોંકાવનારા કાંડ
Last Updated: 01:34 PM, 13 February 2025
મધ્યપ્રદેશના મૂરેનાનો રહેવાસી રામ અવતાર ધાકડની સેલરી માત્ર 9000 રૂપિયા છે પરંતુ તેની વૈભવી લાઈફ સ્ટાઈલ, મોંઘી ગાડીઓમાં ફરવું અને મલેશિયા-ઓસ્ટ્રેલિયાની વારંવાર ટ્રિપ કરતાં લોકાયુક્તને તેના પર શંકા થઈ હતી અને તેના આ વૈભવશાળી જીવનનું રહસ્ય શોધવાનું નક્કી કર્યું હતું. રામઅવતાર રોજગાર સહાયક છે અને કહારપુરા પંચાયતમાં પોસ્ટેડ છે, જ્યારે પોલીસની ટીમે ધાકડનો પીછો કર્યો અને તેના ઘરે પહોંચી ત્યારે તેની કમાણીનું રહસ્ય જાણીને અધિકારીઓ પણ ચોંકી ગયા.
ADVERTISEMENT
9000 રૂપિયા પગારમાં વસાવી 1,46,46000 રૂપિયાની મિલકત
લોકાયુક્તે મુરેનામાં 9 હજાર પગાર મેળવતા રોજગાર સહાયક રામ અવતાર ધાકડ સામે કાર્યવાહી કરી છે. રામાવતાર વૈભવી જીવન જીવતો અને નવાબી શોખ કરતો. તે મોંઘી ગાડીઓમાં મુસાફરી કરતો હતો. તે અવારનવાર મલેશિયા-ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જતો હતો. રામ અવતાર મુરેનાના પહાડગઢની કહારપુરા પંચાયતમાં ગ્રામ રોજગાર સહાયક તરીકે પોસ્ટેડ છે. અત્યાર સુધીમાં તેની પાસેથી 1.5 કરોડ રૂપિયાની સ્થાવર અને જંગમ સંપત્તિના દસ્તાવેજો મળ્યા છે. 2.24 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે. 2014માં તેમને રોજગાર સહાયકના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા. તે સમયે તેમનો પગાર માત્ર 3000 રૂપિયા હતો અને હવે તે 9000 રૂપિયા થયો છે. ગયા શુક્રવારે ટીમે રામ અવતાર ધાકડના ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેમાં તેના ગ્વાલિયરમાં ભાડાના મકાન, પહરગઢના મનોહરપુરામાં સ્થિત મકાન અને કૈલારસના પહરગઢમાં સ્થિત નિવાસસ્થાન પર કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઓપરેશન 12 કલાકથી વધુ ચાલ્યું. આ દરમિયાન 1,46,46000 રૂપિયાની સ્થાવર અને જંગમ મિલકતના દસ્તાવેજો મળી આવ્યા હતા. 2.24 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. આ મિલકત તેણે 11 વર્ષમાં વસાવી છે.
ADVERTISEMENT
સોના, ચાંદી ઉપરાંત મોંઘા વાહનો થયા જપ્ત
આરોપી રામ અવતાર પાસેથી એક JCB (કિંમત રૂ. 28.46 લાખ), એક બોલેરો (રૂ. 4 લાખ), એક ટ્રેક્ટર (રૂ. 7.83 લાખ), એક સ્પ્લેન્ડર બાઇક (રૂ. 56,384), એક એક્ટિવા, વીમા પૉલિસી (રૂ. 1.66 લાખ), એક FD (રૂ. 15 લાખ), બેંક ખાતામાં જમા રકમ (રૂ. 2.5 લાખ), મનોહરપુરા ગામમાં એક ઘર (રૂ. 69.57 લાખ) અને કૈલારસમાં એક મકાન (રૂ. 11 લાખ) ના દસ્તાવેજો જપ્ત કર્યા. આ ઉપરાંત વિદેશ યાત્રાના દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. ઘરમાંથી 249.21 ગ્રામ સોના અને 907 ગ્રામ ચાંદીના દાગીના, 1.27 લાખ રૂપિયાનો ડિનર સેટ અને મોંઘી ઘડિયાળો પણ મળી આવી હતી.
પત્નીના નામે ચલાવે છે પેઢી
આરોપી રામ અવતારે તેની પત્નીના નામે આરબી કન્સ્ટ્રક્શન નામની ફર્મ રજીસ્ટર કરાવી છે. આ પેઢીના નામે JCB ખરીદવામાં આવ્યું હતું અને મોટાભાગની મિલકત પત્નીના નામે ખરીદવામાં આવી હતી. ગામમાં વૈભવી બે માળનું ઘર પણ બનાવ્યું છે. આરોપીએ નજીકની પંચાયતોમાં પણ કોન્ટ્રાક્ટનું કામ શરૂ કર્યું હતું. આરોપીનું મૂળ ગામ મનોહર કા પુરા છે. અને ત્યાં પણ આશરે 70 લાખ રૂપિયાની કિંમતનું આલીશાન હવેલી જેવુ ઘર તેના નામે છે.
કેવી રીતે આવી વાત સામે
રામ અવતારે તેના ગામના લોકો સાથે લાંબા સમયથી બોલવાનું બંધ કરી દીધું હતું અને ગામના લોકોને શંકા ના જાય તે માટે તે તેના મિત્ર કે ને કોઈના નામે દસ્તાવેજ કે સંપત્તિ ખરીદતો. જો કે તેના ગામના લોકોને તેના પર શંકા તો પહેલ્થી જ હતી. એવામાં એક દિવસ તેણે ફેસબુક પર તેની નવી લકઝરી કારનો ફોટો શેર કરતાં તેના વિરુદ્ધ લોકાયુક્તમાં ફરિયાદ કરવામાં આવી અને લોકાયુક્ત ટીમે તેનો પીછો કરવાનું ચાલુ કર્યું હતું.
વધુ વાંચો: મોતિયાનું ઓપરેશન પત્યું, આંખો ખોલી, અને બાજુના બેડમાં જોયું તો..., પતિ ચોંકી ઉઠ્યો
મલેશિયા-ઓસ્ટ્રેલિયા કરતો હતો મુસાફરી
સર્ચ ઓપરેશન દરમિયાન લોકાયુક્તે આરોપીના ઘરેથી મલેશિયાના વિઝા જપ્ત કર્યા. પાંચ વખત મલેશિયા અને બે વખત ઓસ્ટ્રેલિયાની મુસાફરીના દસ્તાવેજો મળી આવ્યા હતા. લોકાયુક્ત ટીમ આરોપી કયા સંબંધમાં વિદેશ ગયો હતો તેની માહિતી એકત્ર કરવામાં વ્યસ્ત છે. લોકાયુક્ત ઇન્સ્પેક્ટર કવિન્દ્ર સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે આર્મ્સ એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીએ 2022 થી 2025 વચ્ચે છ વખત વિદેશ પ્રવાસ કર્યો. મનોહરપુરા ગામમાં સરકારી જમીન પર એક હવેલી બનાવવામાં આવી છે. સમગ્ર મામલાની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.