લગ્નની કંકોત્રી વહેંચવા માટે નીકળ્યા સ્ટાર કપલ દીપિકા-રણવીર

By : juhiparikh 04:53 PM, 08 November 2018 | Updated : 04:53 PM, 08 November 2018
બોલિવુડ સ્ટાર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ 14-16 નવેમ્બરના લગ્ન કરવા જઇ રહ્યા છે. હવે તેમણે મહેમાનોને લગ્નની કંકોત્રી આપવાની શરૂઆત કરી છે.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Like in the movies ❤️ we have the same song mate #deepikapadukone #ranveersingh echo 😎😎😎💛

A post shared by Viral Bhayani (@viralbhayani) onરણવીર અને દીપિકા થોડા દિવસ પહેલા સંજય લીલા ભણસાલીના ઘરની બહાર જોવા મળ્યા હતા. ત્યારબાદ તેઓ ફરાહ ખાનને ઇન્વિટેશન આપવા માટે પહોંચ્યા હતા, જેના ફોટોઝ સોશ્યલ મીડિયા પર વાયરલ થયા હતા. 
 


ફરાહ ખાને પોતાના ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો શૅર કરતા કહ્યુ કે, ''મારી બેબી લગ્ન કરવા જઇ રહી છે, ઘરે આવવા માટે... લવ યુ દીપિકા અને રણવીર.. હું કાર્ડ પર લખેલા તમામ ઇન્સ્ટ્રક્શન ફૉલો કરીશ.''

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

May you LOVE happily ever after! #soninlawlove 😜#marriageblessings @deepikapadukone @ranveersingh ♥️♥️♥️

A post shared by Farah Khan Kunder (@farahkhankunder) on


દીપિકા પાદુકોણે પોતાની ડેબ્યૂ ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ' ફરાહ ખાન સાથે કરી હતી, આ સિવાય ફરાહની 'હેપ્પી ન્યૂ યર'માં પણ આ દીપિકા લીડ રોલમાં શાહરૂખ ખાનની ઑપોઝિટમાં હતી. 

દીપિકા-રણવીરના ઘરે લગ્નની તૈયારી કરી દીધી છે. દીપિકા હમણાં થોડા દિવસ પહેલા જ બેંગ્લોરૂમાં નંદી પૂજા માટે પહોંચી હતી, જ્યારે મુંબઇમાં રણવીર સિંહની હલ્દી સેરેમની યોજાઇ હતી. Recent Story

Popular Story