બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / મૂવી સમીક્ષા / Vanvaas રિવ્યૂ: આ ફિલ્મને જોવા જવી જ પડે તેના બે કારણો, કહાની દિલમાં ઉતરી જશે
Last Updated: 07:04 PM, 20 December 2024
આ પ્રકારની ફિલ્મો હવે નથી બનતી, કન્ટેન્ટને જરુંર કરતાં વધારે આગળ વધી ગયો છે. આવી ફિલ્મોને આપણે ભૂલી ગયા છીએ પરંતુ આ પણ હકીકત છે કે મોબાઈલ અને સોશિયલ મીડિયાના સમયમાં આપણે પોતાની ફેમિલીથી દૂર થયા છીએ. આ ફિલ્મ ભલે થોડી ઓલ્ડ સ્કૂલ છે, ભલે આમાં થોડો વધારે ડ્રામા છે પરંતુ આ એક ખૂબ જરૂરી કામ કરે છે. તમને પોતાના પરિવાર નજીક લઈ જાય છે, તમને પરિવારનું મહત્વ જણાવે છે.
ADVERTISEMENT
કહાની
ADVERTISEMENT
નાના પાટેકરના ત્રણ દીકરા છે, જે પોતાના વારસાગત ઘરને વેચવા ઈચ્છે છે. પરંતુ નાના આવું નથી ઇચ્છતા કારણ કે અહીં તેમની પત્નીની યાદો હોય છે. તેમના દીકરા તેમણે બનાસર છોડી આવે છે અને પાછા આવીને બધાને કહે છે કે તે નથી રહ્યા. નાનાને ભૂલવાની બીમારી છે, એટલા માટે તેમણે પોતાનું નામ, એડ્રેસ કશું જ યાદ નથી. અહીં વીરૂ એટલે ઉત્કર્ષ મળે છે, પછી શું થાય છે તે તમારે થિયેટરમાં જઈને જોવાનું રહેશે.
કેવી છે ફિલ્મ
આ ફિલ્મ પોતાના સંબંધોનું મહત્વ જણાવે છે, થોડી લાંબી છે, થોડો ડ્રામા વધારે બતાવવામાં આવ્યો છે પરંતુ તેમ છતાં તે તમને ઘણું અનુભવ કરાવે છે. નાના પાટેકર સ્ક્રીન પર જાદુ કરે છે એન તમે તે જાદુમાં મંત્રમુગ્ધ થઈને આ ફિલ્મની ખામીઓને નજરઅંદાજ કરી બેસો છો. આ ફિલ્મ આજના સમયની નથી લગતી, પરંતુ વર્તમાનમાં આની ખૂબ જરૂર છે.
એક્ટિંગ
નાના પાટેકર જબરદસ્ત છે, તે દીપક ત્યાગીના પાત્રમાં જીવી રહ્યા છે. તેમની આંખો, તેમનો અવાજ તમને ઘણો અનુભવ કરાવે છે તે આ ફિલ્મને જોવા માટે એક મોટું કારણ છે. આ ફિલ્મની તમામ ખામીઓને તે પોતાની અદાકારીથી ઢાંકી લે છે. ઉત્કર્ષનું કામ સારું છે, ઘણી જગ્યાએ તે થોડો લાઉડ થાય છે, પરંતુ કદાચ તેનું પાત્ર જ આ રીતનું લખ્યું હશે. તેમાં તે ઘણું સારું પ્રદર્શન કરવાની સંભાવના છે. રાજપાલ યાદવ એવા પાત્રો કરી ચૂક્યા છે, જેથી તેમના માટે આ કઈ નવું ન હતું. પરિતોષ ત્રિપાઠી તે એક એકલો દીકરો બન્યો છે જેને પિતાનું ઘર વેચ્યાંનું દુખ છે અને આ પાત્રને તેમણે જબરદસ્ત રીતે ભજવ્યું છે.
વધુ વાંચો:Viduthalai Part 2 રિવ્યૂ: વિજય સેતુપતિની ફિલ્મની થિયેટરમાં ધૂમ, મળ્યું રેટિંગ જબરદસ્ત
ડાયરેક્શન
આ ફિલ્મને અનિલ શર્માએ લખી અને ડાયરેક્ટ કરી છે. તેને એક સારી કહાની લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. જોત તે આને થોડું મોર્ડન ટચ આપત, થોડો ડ્રામા ઓછો રાખત અને ફિલ્મને થોડી નાની કરત તો વધારે સારી લાગત. છતાં પણ જે તે કહેવાય માંગતા હતા તે કહી ગયા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT