movie review of shahid kapoor and kiara advani's film kabir singh
મૂવી રિવ્યૂ /
કબીર સિંહ જોવાનો પ્લાન છે? તો ક્લિક કરીને જાણો કેવી છે ફિલ્મ
Team VTV04:28 PM, 21 Jun 19
| Updated: 04:30 PM, 21 Jun 19
પ્રેમમાં પાગલપન અને તેને મેળવવાની ભાવના જેટલી રચનાત્મક હોય છે તેટલી જ વિધ્વંસકારી પણ. આ જ વાર્તા શાહિદ કપૂરની ચર્ચિત ફિલ્મ કબીર સિંહની છે. આ ફિલ્મ સુપરહિટ તેલુગૂ ફિલ્મ અર્જૂન રેડ્ડીની ઑફિશ્યલ રિમેક છે.
અર્જૂન રેડ્ડીમાં વિજય દેવારકોંડાએ ભજવ્યુ હતુ. ફિલ્મ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ કોમ્પ્લેકસ્ટ, કાર્ડ, પાવરપેક્ડ, રિબેલ અને હાઇ ઓક્ટેન પાત્રને શાહિદ કપૂર જસ્ટિસ આપી શકે છે. આ જ કારણે ડાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ શાહિદને પસંદ કર્યો છે.
સ્ટોરી:
કબીર સિંહ નશાની હાલતમાં ઘરથી નીકળીને બરબાદ થવાની અણીએ પહોંચી ચૂકેલો એક એક્સપર્ટ સર્જન છે. વાર્તા ફ્લેશબેકમાં જાય છે જ્યાં ખબર પડે છે કે કબીર પોતાના ગુસ્સામાં કાબૂ ન મેળવી શકનાર એક મેડિકલ સ્ટૂડન્ટ છે, જે ટોપર હોવાની સાથે ફૂટબૉલ ચેમ્પિયન છે. પરંતુ પોતાના ગુસ્સાને કારણે કોઇનું માથુ કે હાથ-પગ તોડવા તેના માટે જાણે સામાન્ય વાત હોય. તેની આવી હરકતોને કારણે તેણે કોલેજમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. તે કોલેજ છોડવાનો જ હોય છે કે ત્યારે તેની જિંદગીમાં વળાંક આવે છે. તેને કોલેજના કેમ્પસમાં પ્રીતિ સિક્કા ( કિયાર અડવાણી) જેવી 19 વર્ષની માસૂમ, સુંદર અને સિમ્પલ છોકરી જોવા મળી છે. પહેલી નજરમાં પ્રેમમાં પડનારો કબીર કોલેજમાં કહી દે છે કે પ્રીતિ તેની છે અને તેની તરફ જોનારાની તે આંખો ફોડી દેશે. હવે કબીર મેડિકલ કોલેજમાં પ્રીતિનો પડછાયો બની પોતે સર્જન બને છે અને પ્રીતિને ડોક્ટર બનવામાં તેની મદદ પણ કરે છે. પરંતુ સ્થિતિ એવી બની જાય છે કે રૂઠિવાદી ચુસ્ત પરિવારના પ્રેશર અને કબીરના ગુસ્સાને કારણે પ્રીતિના લગ્ન બીજે કરી દેવામાં આવે છે. આ પછી કબીર સેલ્ફ ડિસ્ટ્રક્શનની તમામ હદો પાર કરતો જાય છે જે કોઇ સામાન્ય છોકરો ક્યારેય નથી કરતો.
એક્ટિંગ:
પરફોર્મન્સની વાત કરવામાં આવે તો શાહિદ કપૂર, કબીર સિંહના કેરેક્ટરમાં જબરદસ્ત છે. એક જિદ્દી, અડિયલ છોકરો, જે હંમેશા ગુસ્સામાં રહે છે. આવુ કરેક્ટર પ્લે કરવુ સરળ નથી. એક શરાબીનો રોલ કરવો તેનાથી પણ મુશ્કેલ છે અને શાહિદ કપૂરે તે સરળતાથી કર્યો છે. શાહિદ કપૂરનું આ પરફોર્મન્સ તમે આગામી કેટલાય વર્ષો સુધી ચોક્કસથી યાદ રાખશો. પ્રીતિના રોલમાં કિયારા અડવાણી સુંદર લાગી રહી છે, તેણે પ્રીતિના રોલને સાદગીથી નિભાવ્યો છે કેટલાક સીન્સમાં કિયારા તમને ચોંકાવી દેશે અને તમે તેના કામના ચોક્કસથી વખાણ કરશો. કિયારા અને શાહિદની કેમેસ્ટ્રી જોરદાર છે.
સપોર્ટિંગ રોલમાં કબીરના પિતા બનેલા સુરેશ ઑબરોય, તેના ભાઇના રોલમાં અર્જૂન બાજવા, કૉલેજના ડીનના રોલમાં આદિલ હુસૈન અને બાકીના એક્ટર્સે સારુ કામ કર્યુ છે.પરંતુ એક વ્યકિત છે તે તમારા મગજ પર છાપ છોડી દેશે તે છે કબીરનો દોસ્ત શિવાના રોલમાં એક્ટર સોહમ મજૂમદાર. સોહમે કમાલનું કામ કર્યુ છે. મનોરંજન સાથે દિલને સ્પર્શી જાય છે.
ડિરેક્શન:
આમ જોઈએ તો નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગાની ‘કબીર સિંહ’ એક લવ સ્ટોરી છે, પરંતુ સ્ટોરી કહેવાનો અંદાજ કંઇક અલગ છે. તેમણે બીરના રૂપમાં શાહિદને જે રીતે ઓવર પ્રોટેક્ટિવ, ઓવર ઓબ્સેસિવ, હિંસક, નશો અને સેક્સ વગેરે બતાવ્યુ છે, તેને માનવામાં દર્શકોનો થોડો સમય લાગે છે. પરંતુ પછી પાત્રની ઇમાનદારી અને પ્રેમ માટે કુરબાન થઇ જવાની ભાવના તેમને વધારે નજીક લઇ જશે. ફિલ્મ થોડી લાંબી છે પરંતુ ફિલ્મના તમામ કેરેક્ટર પાસેથી અદ્ભુત કામ કરાવ્યુ છે. ડિરેક્ટરની સૌથી સારી વાત છે કે, તેણે ઑફિશ્યલ રિમેક બનાવતા સમયે મૂળ ફિલ્મ જેવી જ રાખી છે.
મ્યૂઝિક:
ફિલ્મનું મ્યૂઝિક અને બેકગ્રાઉન્ડ સ્કોર ચોક્કસથી તમારું દિલ જીતી લેશે. ફિલ્મની રિલીઝ પહેલાથી જ સોન્ગ્સ બેખયાલી, તુઝે કિતના ચાહને લગે ઓડિયન્સ પસંદ કરી રહી છે.
ફિલ્મ જોવી કે નહી:
જો તમે પણ લવ સ્ટોરીના શોખીન હોવ અને શાહિદ કપૂરની એક્ટિંગ અને શાહિદ-કિયારાની કેમેસ્ટ્રી માટે આ ફિલ્મ જોઇ શકો છો.