બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / કેવી છે ફિલ્મ 'કંગુવા'? VFX અને એક્શનમાં સૂર્યા અને બોબી દેઓલનો ખૂંખાર રૉલ, જાણો પ્રથમ રિવ્યૂ
Last Updated: 06:38 PM, 14 November 2024
કયા સુધી એમ કહેવાય છે કે આ ફિલ્મ માત્ર ફેન્સ માટે છે, શું બીજા કોઈ નથી જોતા. ફેંસ તો ખરાબ ફિલ્મો પણ જુએ છે અને તેને ખરાબ કહેતા લોકોની ટીકા પણ કરે છે. આ ફિલ્મ પણ એવી જ છે, ફેંસ માટે છે. સૂર્યાને જોઈને મજા આવશે પણ ફિલ્મને જોઈને કઈ ખાસ મજા નહીં આવે. જાણો શું છે ફિલ્મમાં.
ADVERTISEMENT
કહાની
ADVERTISEMENT
આ ફિલ્મની સમસ્યા છે કે તેની કહાની બરાબર રીતે નથી બતાવી. ફિલ્મની કહાની 2 અલગ-અલગ ટાઈમ ઝોન પર આધારિત છે જે બંને સંકળાયેલા હોય છે પરંતુ આ ભાગ સરખી રીતે નથી જોડાયેલા હોતા, આ બાબતે ફિલ્મ પાછળ રહી જાય છે. એક એક છોકરાનું મગજમાં કોઈ કેમિકલ લોચો થઈ ગયો હોય છે અને તે ગોવા જાય છે ત્યાં એક મર્ડર થતું જોઈ લે છે. આ મર્ડર કોણે કર્યું, કોણ છે kanguva, કોણ છે આ છોકરો, આ જ છે આખી કહાની.
કેવી છે ફિલ્મ
આ ફિલ્મની શરૂઆતમાં કંઈ સમજાતું નથી કે શું થઈ રહ્યું છે, ધીરે ધીરે સમજાવાનું શરૂ થાય છે પરંતુ તેની સાથે મગજનું દહીં થવાનું પણ શરૂ થાય છે, ઉપરથી ગીતો તમારા ગુસ્સાને વધારે છે. વચ્ચે-વચ્ચે સારા સીન છે પરંતુ અમુક સીન જોવા તો કોઈ થિએટરમાં જાય નહીં.
એક્ટિંગ
સૂર્યાનું કામ સારું છે, મોર્ડન રોલ તો ખાસ ન રહ્યો પણ જ્યારે તે kanguva બને છે ત્યારે રંગમાં આવે છે. પરંતુ તેની સારી એક્ટિંગ પણ કંઈ કરી શકતી નથી. બોબી દેઓલને બરબાદ કર્યો છે. દિશા પટાનીમાં કોઈ દિશા નથી દેખાતી.
વધુ વાંચો: ઉઘાડા પગે કરીના કપૂર ઈશા અંબાણીના કાર્યક્રમમાં પહોંચી, ડીપ નેકમાં લાગી બોલ્ડ, જુઓ VIDEO
ડેરેક્શન
Sivaએ આ ફિલ્મને લખી છે સાથે જ ડાયરેક્ટ પણ કરી છે પરંતુ ફિલ્મને ખરાબ કરવામાં સિવાની કોઈ જવાબદારી નથી. સૂર્યા જેવા એક્ટરને લઈને જ્યારે તમે ફિલ્મ બનાવો તો કહાની અને ટ્રીટમેન્ટ દમદાર હોવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.