આલિયાના પિતા રણબીરને લઇને થયા 'રાઝી', કહ્યુ- ''મને ખૂબ જ પસંદ છે''

By : juhiparikh 11:44 AM, 11 July 2018 | Updated : 11:44 AM, 11 July 2018
હાલમાં બોલિવુડમાં કોઇના રિલેશનની સૌથી વધારે ચર્ચા હોય તો તે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનું છે. જોકે બંનેએ પોતાના રિલેશનશિપને લઇને કશું જ છૂપાવ્યું નથી, તેમ છતાં લોકો તેમના વિશે વધારે જાણવા માટે આતુર છે. તાજેતરમાં જ રણબીર-આલિયાના કેટલાક ફોટોઝ સોશ્યલ મીડિયા પર વાયરલ થયા છે. જેમાં રણબીર આલિયા અને તેના પપ્પા મહેશ ભટ્ટને મળવા તેના ઘરે પહોંચ્યો હતો.

રણબીર-આલિયા સોશ્યલ મીડિયા પર આવ્યા પછી લોકોના મનમાં અનેક સવાલો થઇ રહ્યા છે. છેવટે રણબીર કેમ આલિયાના ઘરે ગયો? આ બંનેના લગ્નની તો વાત નથી થઇ રહી? આ કેટલાક એવા સવાલ હતાં જે લોકોના મગજમાં ચાલી રહ્યાં હતાં. તે ફોટોઝમાં રણબીર, આલિયા અને મહેશ ભટ્ટ વચ્ચે ગજબની બોન્ડિંગ જોવા મળી હતી. આ ત્રણે સાથે ડિનર પણ કર્યું હતું.

તાજેતરમાં જ એક ઇન્ટવ્યૂ દરમિયાન જ્યારે મહેશ ભટ્ટને રણબીર કપૂર વિશે પૂછવામાં આવ્યુ તો, ''જ્યારે મેં  આ ફોટોઝ જોઇ ત્યારે મને અહેસાસ થયો કે આpaparazziનો સમય છે. દરેક દરેક બાજુ એવા લોકો હાજર છે જે દરેક સમયે તમારો ફોટો અને મોમેન્ટ કેપ્ચર કરવા માટે તૈયાર રહે છે. આ કારણે હું વધારે કશું જ કહેવા ઈચ્છતો નથી. તેમને જ અંદાજો લગાવવા દો કે આલિયા અને રણબીર માટે પાપા રાજી છે કે નહિ?''

જ્યારે તેમને એવું પૂછવામાં આવ્યુ કે રિલેશનશિપને લઇને તે આલિયાને કોઇ સલાહ આપે છે, ''આ સવાલનો જવાબ આપતા મહેશ ભટ્ટે કહ્યુ કે, આ વાતમાં કોઇ શક નથી કે તેણે પોતાની રિલેશનશિપ કોઇથી છુપાવી નથી. પરંતુ હું એવા પેરેન્ટ્સમાંથી નથી કે બાળકોને પર્સનલ ચોઈસ પર સલાહ આપું.''

આ ઉપરાંત મહેશ ભટ્ટે જણાવ્યું હતું કે, ‘આલિયા યુવા છે અને અને આ મેટરને તેણે જ સંભાળવાની છે. હું તે વાતની ઈજ્જત કરું છું જ્યારે તેને સાચુ લાગશે ત્યારે બન્ને પોતાના સંબંધની વાત દુનિયા સામે રાખશે.’ મહેશ ભટ્ટે ‘સંજુ’માં રણબીરના પર્ફોર્મન્સના વખાણ કર્યાં હતાં અને એ પણ કહ્યું હતું કે, ''રણબીરને ખૂબ જ પસંદ કરે છે.''Recent Story

Popular Story