બ્રેકિંગ ન્યુઝ
VTV / Motor Vehicle Act Truck owner fined Rs 6,53,100 odisha sambalpur
Gayatri
Last Updated: 08:56 PM, 14 September 2019
ADVERTISEMENT
દંડ ફટકારવામાં આવેલ આ ટ્રક નાગાલેન્ડનો છે. ટ્રકના માલિકે જૂલાઇ 2014થી સપ્ટેમ્બર 2019 સુધી ટેક્સ ભર્યો ન હતો. સાથે જ ટ્રકની પરમિટ, પૉલ્યૂશન સર્ટીફિકેટ અને ઇન્શ્યોરન્સ પણ નહતું.
ટ્રકના માલિક શૈલેશ શંકર લાલ ગુપ્તા છે. તેઓ નાગાલેન્ડના રહેવાસી છે. આ પહેલા દિલ્હીમાં એક ટ્રકનું 2 લાખ 500 રૂપિયા ચલાણ કાપવામાં આવ્યું હતું. ત્યારબાદ રામ કિશન નામના ટ્રક ડ્રાઇવરને દંડ તરીકે 2 લાખ 500 રૂપિયાનું ચલાણ ભરવું પડ્યું હતું.
ADVERTISEMENT
Odisha: A truck owner from Nagaland was fined and issued challan of Rs 6,53,100 in Sambalpur, on August 10 for not paying taxes from July 2014 to September 2019, for not having permit, and for other offences. pic.twitter.com/sQ6dN2CwRp
— ANI (@ANI) September 14, 2019
આ ટ્રકનું ચલાણ બુધવાર રાત્રે કરવામાં આવ્યું હતું. જણાવાય રહ્યું છે કે આ ટ્રક બુધવાર રાત્રે દિલ્હીના મુકરબા ચોકથી ભલસ્વા તરફ જઇ રહ્યો હતો. ટ્રકમાં રેતી ભરેલી હતી. આ ટ્રકનું ચલાણ ઓવરલોડિંગને લઇને કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગુરૂવારે ચલાણને રોહિણી કોર્ટમાં જમા કોર્ટમાં જમા કરવામાં આવ્યું.
જણાવી દઇએ કે, નવા કાયદા હેઠળ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા પર દંડની રકમ 10 ગણી વધારી દીધી છે. નવો કાયદો 1લી સપ્ટેમ્બરથી લાગૂ થઇ ગયો છે. આ કાયદો લાગૂ થયા બાદ વાહનોની કીંમતથી વધુ વાહનોનું ચલાણ કાપવામાં આવ્યું. જેને લઇને લોકોમાં રોષ છે.
શું છે નવા દંડ-નિયમો અને ફેરફાર ?
ગુનો | નવો દંડ (રાજ્ય સરકાર) | નવા મોટર વ્હીકલ એક્ટમાં દંડ (કેન્દ્ર સરકાર) |
1. લાઇસન્સ, વીમો, પીયૂસી, RC બુક વગેરે દસ્તાવેજો સાથે ન હોવા પર, PUC કઢાવેલ ન હોવું. | પ્રથમ વખત 500 અને બીજી વખત 1000 રૂપિયાનો દંડ | પ્રથમ વખત 500 અને બીજી વખત 1500 રૂપિયાનો દંડ |
2. અડચણ રૂપ પાર્કિંગ | પ્રથમ વખત 500 અને બીજી વખત 1000 રૂપિયાનો દંડ | પ્રથમ વખત 500 અને બીજી વખત 1500 રૂપિયાનો દંડ |
3. કાચ પર ડાર્ક ફિલ્મ | પ્રથમ વખત 500 અને બીજી વખત 1000 રૂપિયાનો દંડ | પ્રથમ વખત 500 અને બીજી વખત 1500 રૂપિયાનો દંડ |
4. ચાલુ વાહન પર મોબાઇલનો ઉપયોગ | પ્રથમ વખત 500 અને બીજી વખત 1000 રૂપિયાનો દંડ | પ્રથમ વખત 500 અને બીજી વખત 1500 રૂપિયાનો દંડ |
5. હેલ્મેટ વગર વાહન ચલાવવા પર | 500 રૂપિયા દંડ | 1000 રૂપિયા દંડ |
6. સીટ બેલ્ટ ન બાંધવો | 500 રૂપિયા દંડ | 1000 રૂપિયા દંડ |
7. ત્રિપલ સવારી મોટર સાઇકલ ચલાવવા પર | 100 રૂપિયા દંડ | 1000 રૂપિયા દંડ |
8. ભયજનક ડ્રાઈવિંગ/ રોંગ સાઇડ ડ્રાઇવિંગ | થ્રી વ્હીલર 1500 દંડ એલ.એમ.વી. 3000 દંડ અન્ય 5000 દંડ |
પ્રથમ વખત 5000 અને બીજી વખત 10000 રૂપિયાનો દંડ |
9. ઓવર સ્પીડીંગ | ટૂ, થ્રી વ્હિલર 1500 દંડ ટ્રેક્ટર 1500 દંડ એલ.એમ.વી. 2000 દંડ અન્ય 4000 દંડ |
એલ.એમ.વી. 2000 દંડ એલ.એમ.વી. સિવાય 4000 દંડ |
10. ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ચલાવવા પર | ટૂ વ્હીલર 2000 થ્રી-ફોર વ્હિલર અને તેથી ઉપર 3000 દંડ | 5000નો દંડ |
11. રજીસ્ટ્રેશન વગર વાહન ચલાવવું | ટૂ વ્હીલર 1000, થ્રી વ્હીલર 2000, ફોર વ્હીલર 3000, અન્ય 5000 રૂપિયા દંડ | પ્રથમ વખત 5000 અને બીજી વખત 10000 રૂપિયાનો દંડ |
12. ફીટનેસ વગર વાહન ચલાવવું | થ્રી વ્હીલર 500 અને ફોર વ્હીલર- અન્ય પર 5000 રૂપિયા દંડ | પ્રથમ વખત 5000 અને બીજી વખત 10000 રૂપિયાનો દંડ |
13. પ્રદુષણયુક્ત વાહન ચલાવવું | ટૂ વ્હીલર અને એલ.એમ.વી 1000 અને અન્ય 2000 રૂપિયાનો દંડ | 10000 રૂપિયા દંડ |
14. થર્ડપાર્ટી વિમા વગર વાહન ચલાવવું | 2000 રૂપિયા દંડ | પ્રથમ વખત 2000 અને પછીના ગુનામાં 4000 રૂપિયાનો દંડ |
15. અવાજ પ્રદુષણ કરી વાહન ચલાવવું | 1000 રૂપિયા દંડ | 1000 રૂપિયા દંડ |
16. ખેતીવિષયક કે ઘર વખરી લઇ જવાતા હોય અને તે બહાર નીકળે | રીજીડ ચેસીસ વાહન 1000, ટ્રેઇલર 4000 રૂપિયા દંડ |
20000 રૂપિયા દંડ |
17. જાહેર જગ્યામાં રેસ કરવી કે સ્પીડની ટ્રાયલ કરવી | 5000 રૂપિયા દંડ | પ્રથમ વખત 5000 અને બીજી વખત 10000 રૂપિયાનો દંડ |
18. એમ્બ્યુલન્સ અથવા ફાયર ફાયટિંગ વાહન કે કોઇ અન્ય ઇમરજન્સી વાહનને સાઇડ ન આપે | 1000 રૂપિયા દંડ | 10000 રૂપિયા દંડ |
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.