બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / કથાવાચક જયા કિશોરીની મોડલિંગવાળી તસવીર વાયરલ, ફોટાનું સત્ય જાણી લાગશે ઝટકો

ફેક્ટ ચેક / કથાવાચક જયા કિશોરીની મોડલિંગવાળી તસવીર વાયરલ, ફોટાનું સત્ય જાણી લાગશે ઝટકો

Last Updated: 12:48 PM, 10 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર મોટીવેશનલ સ્પીકર કથાવાચક જયા કિશોરીના ફોટો વાયરલ થઈ રહ્યા છે, આ ફોટોમાં તે મોડલિંગ કરતાં નજરે પડે છે અને ઘણા યુઝર્સ આ ફોટોને શેર કરી રહ્યા છે જેને લઈને લોકો અલગ અલગ દાવાઓ કરી રહ્યા છે ત્યારે ચાલો જાણીએ શું છે આ ફોટોની હકીકત?

જાણીતા કથાવાચક અને મોટીવેશનલ સ્પીકર જયા કિશોરી આધ્યાત્મ સાથે તેમની મોડર્ન લાઈફને પણ બેલેન્સ કરે છે. તેઓ મોંઘા મોબાઈલ અને બેગનો પણ શોખ રાખે છે. હાલમાં જ તેમનો એક ફોટો વાયરલ થયો છે જેમાં તે રેડ ડ્રેસમાં નજરે પડે છે અને એવું કહેવાઈ રહ્યું છે કે આ તેમના મોડલિંગ સમયના ફોટો છે.

શું કર્યો છે દાવો?

કેઆરકે એટલે કમાલ ખાને જયા કિશોરીનો એક ફોટો શેર કરીને લખ્યું છે કે, " આ ફોટો એ સમયની છે જ્યારે મેડમ ફિલ્મી દુનિયામાં પોતાનું નામ રોશન કરવા માંગતી હતી. પછી મેડમને સાંજ આવ્યું કે બાબા બનવાનું કામ વધુ સરળ છે" . તો સોશિયલ મીડિયા પર જયાના ફોટો પર કમેન્ટ કરતાં લખ્યું કે, " આ છે કથાવાચક જયા કિશોરી, રાજપૂત સમાજ આવા પાખંડીયોથી દૂર રહે"

શું છે ફોટોની હકીકત?

જ્યારે એક મીડિયાએ આ વાયરલ ફોટોની હકીકત તપાસી ત્યારે સામે આવ્યું કે જયા કિશોરીના ઓફિશિયલ એકાઉન્ટ પર આવો કોઈ ફોટો ક્યારેય મૂકવામાં આવ્યો નહતો. પછી આ ટીમે તેનું સર્ચ વધારતા AI ની મદદ લેવાનું વિચાર્યું તો સામે આવ્યું કે આ ફોટો AIની મદદથી જનરેટ કરવામાં આવી છે, તે વાયરલ ફોટોમાં 6 આંગળીઓ દેખાય છે જ્યારે જયાને 5 આંગળીઓ જ છે.

વધુ વાંચો : OTPનો નવો નિયમ, Jio, Airtel, Vi અને BSNL યુઝર્સનું મોટું ટેન્શન થશે દૂર

જયા કિશોરીને પસંદ છે આ ફોન

એક ઇન્ટરવ્યુ દરમિયાન જયા કિશોરીએ જણાવ્યું હતું કે તેમને આઈફોન સૌથી વધુ પસંદ છે તે હંમેશા આઈફોન જ યુઝ કરે છે અને તેમને આઈફોનનું લેટેસ્ટ મોડલ જ જોઈતું હોય છે. તો તેમણે વધુમાં કહ્યું હતું કે ઘરમાં તેમને વસૂલી ભાઈ કે જગ્ગા ડાકુ કહીને બોલાવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

AI Photo viral photo Jaya Kishori
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ