બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / લોકોના આરોગ્ય સાથે ચેડા! અમદાવાદની ફાઈવ સ્ટાર હોટલના સાંભારમાંથી નીકળી જીવાત
Last Updated: 11:23 PM, 11 September 2024
રાજ્યમાં ખાદ્યપદાર્થોમાં જીવાત નીકળવાનો સિલસિલો યથાવત છે. ભોજનમાંથી જીવાત નીકળવાની ઘટના જાણે સામાન્ય બની ગઇ હોય તેમ વારંવાર હોટલમાંથી તેમજ બહારથી ખરીદેલા ભોજનમાંથી જીવાત નીકળવાની ફરિયાદ આવવનો સિલસિલો યથાવત છે. ત્યારે હવે અમદાવાદની ITC નર્મદા હોટલમાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે. ગ્રાહકે મગાવેલા સાંભરમાંથી જીવાત નીકળી છે.
ADVERTISEMENT
ITC નર્મદા હોટલમાં ગ્રાહકને થયો કડવો અનુભવ
ADVERTISEMENT
છેલ્લા થોડા સમયથી ભોજનમાંથી જીવાત નીકળવાની ઘટના જાણે સામાન્ય બની ગઇ છે. કયારેક વેફરમાંથી દેડકો, તો ક્યારેક સાંભરમાંથી ગરોળી, તો વળી બર્ગરમાંથી પણ જીવાત નીકળવાના કિસ્સાઓ વધ્યા છે. ત્યારે હવે અમદાવાદની ITC નર્મદા હોટલના માંથી મગાવેલા સાંભરમાંથી જીવાત નીકળી છે. ગ્રાહકે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. વીડિયો વાયરલ થતાં આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે. ત્યારબાદ આરોગ્ય વિભાગે ITC નર્મદા હોટલના એડમીનને 50 હજારનો દંડ પણ ફટકાર્યો છે.
આ પણ વાંચો: સુરત-વડોદરા બાદ કચ્છમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ, માંડવીમાં ગણેશ વિસર્જન વખતે પથ્થરમારો
અગાઉ સિટી પોઈન્ટ રેસ્ટોરન્ટમાં દાળફ્રાયમાંથી જીવાત નીકળી
થોડા દિવસ અગાઉ અમદાવાદમાં સિટી પોઈન્ટ રેસ્ટોરન્ટમાં દાળફ્રાયમાંથી જીવાત નીકળી હતી. આ અંગે ફરિયાદી લેનિન ચાવડાએ કોર્પોરેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીને રસોડામાં એન્ટ્રી ના અપાતા હોવાનો પણ ફરિયાદીએ આક્ષેપ કર્યો છે. હોટલના મેનેજર ધડમાથા વિનાના આક્ષેપ કર્યા હતા. મેનેજરે કહ્ હતું કે, અહીંયા વસ્તુ બનાવવામાં કોઈ જીવાતો નથી નીકળી આ જીવાત બહારથી આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.