બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Mother's death after giving birth to a child in the rubble of a collapsed building, Turkey's video will make you cry

હ્રદયદ્રાવક દ્રશ્યો / ધરાશાયી બિલ્ડિંગના કાટમાળમાં બાળકને જન્મ આપી માતાનું નિધન, તુર્કીયેનો VIDEO જોઈ રડી પડશો

Priyakant

Last Updated: 12:40 PM, 7 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તુર્કીયેમાં ભૂકંપ બાદ જ્યાં જુઓ ત્યાં તારાજીના દ્રશ્યો સર્જાયા, ગર્ભવતી મહિલાએ તેના બાળકને જન્મ બાદ તરત જ માતાનું મોત, બે વર્ષનો બાળક કાટમાળ નીચે દટાયો

  • તુર્કીયેમાં કુદરતનો કાળો કહેર, એક બાદ એક ભૂકંપના આંચકા
  • ગર્ભવતી મહિલાએ તેના બાળકને જન્મ બાદ તરત જ માતાનું મોત 
  • બે વર્ષનો બાળક કાટમાળ નીચે દટાયો, રેસ્ક્યૂ ટીમે બહાર કાઢ્યો તો લોહીથી લથપથ 

તુર્કીયેમાં જાણે કુદરતનો કાળો કહેર વર્તી રહ્યો હોય તેમ એક બાદ એક ભૂકંપના આંચકા આવી રહ્યા છે. આ દરમ્યાન તુર્કીયેથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે ખરેખર હ્રદય હચમચાવી દે તેવા છે. તુર્કીયેમાં મંગળવારે ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા 5.9 હતી. આ પહેલા સોમવારે તુર્કીયેમાં ત્રણ જોરદાર ભૂકંપ આવ્યા હતા. આમાંથી પહેલો ભૂકંપ સવારે 4 વાગે 7.8ની તીવ્રતા સાથે આવ્યો હતો. તે સૌથી વધુ પાયમાલનું કારણ બન્યું. આ પછી 7.5 અને 6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો.તુર્કીયેમાં છેલ્લા 24 કલાકમાં 2900 લોકોએ જીવ ગુમાવ્યા છે. 

તુર્કીયેમાં ભૂકંપ બાદ જ્યાં જુઓ ત્યાં તારાજીના દ્રશ્યો સર્જાયા છે. જેના કેટલાક વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે. એક વિડીયોમાં ગર્ભવતી મહિલાએ તેના બાળકને જન્મ બાદ તરત જ માતાનું મોત અને બીજા વિડીયોમાં બે વર્ષનો બાળક કાટમાળ નીચે દટાયો હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. જે બાળક માતાપિતાના ખોળામાં રમતું હતું તે અચાનક ભૂકંપના કારણે તે પણ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતો દેખાતો હતો. 

કાટમાળ નીચે દટાયેલી ગર્ભવતી મહિલાએ બાળકને જન્મ આપ્યો અને મોત 
જે સમયે તુર્કીયેમાં ભૂકંપ આવ્યો હતો તે સમયે એક ગર્ભવતી મહિલા કાટમાળ નીચે દટાઈને તેના જીવન માટે લડી રહી હતી. જોકે ગર્ભવતી મહિલાને તે જ સમયે પેટમાં દુખાવો થયો હતો. જે ક્ષણની નવ મહિનાથી આતુરતાથી રાહ જોવામાં આવી રહી હતી તે ક્ષણ એટલી ભયાનક બની જશે કે કોઈએ સપનામાં પણ વિચાર્યું નહીં હોય. મહિલાએ જમીનની નીચે એક નવજાતને જન્મ આપ્યો હતો. બાળકનો જન્મ થયો તે ક્ષણે તેની માતા સીરિયાના અલેપ્પોમાં ભૂકંપના કાટમાળ નીચે હતી. જન્મ લીધા પછી બાળકનો પ્રથમ અવાજ સંભળાયો અને તે મૃત્યુ પામી હતી. 

બે વર્ષનો બાળક કાટમાળ નીચે દટાયો 
આ તરફ અન્ય એક વીડિયોમાં બે વર્ષનો બાળક કાટમાળ નીચે દટાયેલો છે. તેની બૂમો સાંભળતા જ રેસ્ક્યુ ટીમ તેને બચાવવા દોડી ગઈ હતી. તે બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું છે. જો કે તે લોહીથી લથપથ હતો. જે બાળક કાલ સુધી માતા-પિતાના ખોળામાં રમતું હશે, આજે તે જીવન-મરણની લડાઈ લડી રહ્યું હતું. તે કોઈ બીજાના ખોળામાં છે, તે પોતાનો જીવ બચાવવા દોડી રહ્યો છે. તે બોલી શકતો નથી. નહીંતર પિતાને પૂછ્યું જ હોત કે આ ભૂકંપ શું છે? તે પપ્પાને પૂછી લેત મને લઈ ભાગી રહેલા આ કાકા કોણ છે?

તુર્કીયેમાં ભૂકંપને કારણે દ્રશ્ય એવું છે કે જ્યાં જુઓ ત્યાં માત્ર મૃતદેહો જ દેખાય છે. કફન વિનાના આ મૃતદેહો પણ પોતાના પ્રિયજનોની શોધમાં છે. તુર્કીનું દ્રશ્ય એટલું ભયાનક છે કે, તેના વિશે લખવું કોઈ કવિ, લેખકની ક્ષમતામાં નથી… આ એક નાનકડું જીવન હતું, જેની સામે આખી જિંદગી પડી હતી. લોહીમાં લથબથ વ્યક્તિઓની પીડા એટલી તીવ્ર છે કે તેની ચીસો પણ શાંત છે.

બિલ્ડિંગની નીચે દટાયેલા એક બાળકને બહાર કાઢીને એક વ્યક્તિ ભાગી રહ્યો છે. તેણીની નિર્દોષતા કોઈપણ હૃદયને ફાડી નાખશે. આ બાળકની ઉંમર ત્રણથી ચાર વર્ષની વચ્ચે છે. તેના માતા-પિતા વિશે કંઈ જાણી શકાયું નથી. તુર્કીમાં કુદરતનો પ્રકોપ એટલો ભયંકર હતો કે હજારો લોકોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા હતા. 

સોમવારે સવારે લગભગ 4 વાગ્યે આવેલા ભૂકંપના કારણે 5000 ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. અત્યાર સુધીમાં 4000 થી વધુ લોકોના મોત થયા છે. WHOનું કહેવું છે કે, મૃત્યુઆંક 8 ગણો વધી શકે છે. આખી દુનિયા તુર્કીની મદદ કરી રહી છે. ભારત તેની NDRF ટીમો પણ મોકલી રહ્યું છે. આજે એવું દ્રશ્ય છે કે, દરેક દેશ મિત્રતા અને દુશ્મની ભૂલી ગયો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Earthquake in Turkey Turkey earthquake Turkey earthquake live update turkey earthquake news તુર્કીયે ફરી ભૂકંપ તુર્કીયે ભૂકંપ તુર્કીયેમાં ભૂકંપનો ચોથો આંચકો turkey earthquake live news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ