બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / Mother does jobs abroad and the father handles the child in East Indonesia

પ્રશંસનીય / ઈન્ડોનેશિયાનું આ ગામ છે માતા વિનાનું, પિતા રાખે છે બાળકની સારસંભાર

vtvAdmin

Last Updated: 05:15 PM, 15 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્વ ઇન્ડોનેશિયાના એક ભાગમાં માતાઓ જોવા મળતી નથી. અહીં લગભગ તમામ મા બીજા દેશમાં નોકરી માટે જાય છે. ઇન્ડોનેશિયાના લોકો તેને માતા વગરનું ગામ કહે છે. માતા ગામ છોડે ત્યારે બાળકોને સંભાળવાની જવાબદારી પિતાની હોય છે. મોટા ભાગના ઘરમાં આ જ સ્થિતિ હોવાના કારણે પડોશી એક બીજાનાં બાળકોની દેખભાળમાં પણ મદદ કરે છે.

જાકાર્તાઃ પૂર્વ ઇન્ડોનેશિયાના એક ભાગમાં માતાઓ જોવા મળતી નથી. અહીં લગભગ તમામ મા બીજા દેશમાં નોકરી માટે જાય છે. ઇન્ડોનેશિયાના લોકો તેને માતા વગરનું ગામ કહે છે. માતા ગામ છોડે ત્યારે બાળકોને સંભાળવાની જવાબદારી પિતાની હોય છે. મોટા ભાગના ઘરમાં આ જ સ્થિતિ હોવાના કારણે પડોશી એક બીજાનાં બાળકોની દેખભાળમાં પણ મદદ કરે છે.

અહીંનાં બાળકો માટે માતાને જતી જોવી ઇમોશનલ સમય હોય છે. અહીં કેટલાંક બાળકો એવાં પણ છે જેમના માતા પિતા બંને વિદેશમાં રહે છે. તેમને એવી સ્કૂલમાં રખાય છે, જ્યાં તેઓ રહે છે અને અભ્યાસ કરે છે. આવી સ્કૂલો અહીંની સ્થાનિક મહિલાઓ અને માઇગ્રેટ રાઇટ સમૂહો દ્વારા ચલાવાય છે. મોટા ભાગની માતાઓ વિદેશમાં નોકરી કરે છે તેનો હેતુ બાળકોને સારો ઉછેર અને સારું જીવન આપવાનો હોય છે.

અહીંનાં મોટા ભાગના પુરુષો ખેતીકામ અને મજૂરી કરીને ઘરનો ખર્ચ ઉઠાવે છે. મહિલાઓ વિદેશમાં ઘરેલુ નોકર કે નન બનીને કામ કરે છે. પૂર્વ ઇન્ડોનેશિયાથી મહિલાઓને વિદેશ જવાનો સિલસિલો ૧૯૮૦નાં દાયકામાં શરૂ થયો હતો. વિદેશમાં નોકરી કરતી કેટલીક મહિલા વતન પાછી ફરે છે, કેમ કે કાયદાકીય નિયમ ન હોવાના કારણે તેમની સાથે વિદેશમાં દુર્વ્યવહાર થાય છે. કેટલીક માતાઓ પોતાનાં વતનમાં કફનમાં લપેટાઇને આવે છે.

કેટલીક એવી પણ માતાઓ છે જેને કામ પર રાખનારા લોકો ખરાબ રીતે માર મારે છે. કેટલીક મહિલાઓને પૈસા આપ્યા વગર પાછી મોકલી દેવાય છે. ગામમાં રહેતી એલી સુશિયાવટી કહે છે કે જ્યારે હું ૧૧ વર્ષની હતી ત્યારે મારી માતા મને દાદીના સહારે છોડીને ચાલી ગઇ. માતા પિતા અલગ હોવાનાં કારણે મને મારી માતાને સોંપવામાં આવી હતી. મારી મા માર્શિયા સાઉદી અરબમાં હેલ્પરની નોકરી કરે છે.

એલી સ્કૂલની અંતિમ વર્ષની વિદ્યાર્થિની છે. કરીમતુલ અદિબિયાની માતા તેને એક વર્ષની ઉંમરમાં છોડીને ચાલી ગઇ હતી. તેને માતાની સાથે વીતાવેલો સમય પણ યાદ નથી. તેની દેખભાળ તેની આન્ટી કરે છે. હું મારી માતાને યાદ કરું ત્યારે મને ગુસ્સો પણ આવે છે, કેમ કે તે ખૂબ જ નાની ઉંમરમાં મને છોડીને ચાલી ગઇ હતી.

 

સંકળાયેલા મુદ્દાઓ

East Indonesia Father Mother OMG child job world commendable
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ