બ્રેકિંગ ન્યુઝ
Vishnu
Last Updated: 06:13 PM, 30 November 2021
ADVERTISEMENT
સુરતમાં ત્રણ વર્ષનાં પુત્રની ગળું દબાવી હત્યા કર્યા બાદ માતાએ સુસાઈડ નોટ લખ્યા બાદ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. સુરત શહેરમાં રાંદેર ઉગત રોડ વિસ્તારમાં મહિલાએ ઘરકંકાસમાં આત્મઘાતી પગલું ભર્યાનું સુસાઈટ નોટમાં ઉલ્લેખ છે. મહત્વનું છે કે મહિલા પતિથી ત્રણ વર્ષના દીકરા સાથે અલગ રહેતી હતી. ઘરમાં કકરાટથી કંટાળી મહિલાએ જીવન ટુકાવતા પહેલા ત્રણ વર્ષના દીકરાની હત્યા કરી હતી.
ADVERTISEMENT
પતિના અફેરની જાણ થતા પગલું ભર્યું
ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જ્યાંથી તેમણે સુસાઈડ નોટ મળી આવી હતી. મહિલાએ લખેલી સુસાઈડ નોટમાં ઉલ્લેખ છે કે આપઘાત કરનાર મહિલા તેના પતિ સતિષના અન્ય સ્ત્રી સાથેના સંબંધ અંગે જાણ હતી. પતિને તેની માતા એટલે કે મૃતક મહિલાની સાસુ પણ સપોર્ટ કરતી હતી. જે બાદ તે ત્રણ વર્ષના દીકરા સાથે અલગ રહેતી હતી.
સુસાઈડ નોટમાં પતિ સતિષને ઉલ્લેખી કહ્યું મને અને રીશુંને તારી ખૂબ જરૂર હતી પણ તારી માએ..
આત્મહત્યા કરતાં પહેલા મહિલાએ લખેલી સુસાઇટ નોટમાં પતિ સતિષ અને તેની માતા પર ગંભીર આરોપ મૂક્યા હતા અને પોતાની ભાવના વ્યક્ત કરતા લખ્યું હતું કે કાશ સતીશ તું મને સમજી જાત, તારી મમ્મી પણ મને સમજી શક્યા હોત. મને અને રીશુંને તારી ખૂબ જરૂર હતી. તું અને ભાવના ક્યારે નહીં સુધરો અને તમને હમેશાં સપોર્ટ કરવાવાળી તારી મા પણ નહીં સુધરે, મારું ઘર તોડવાવાળી તારી મા. જો ઘર કરાવવાનું ન હોતું તો તારી માએ 3 લગ્ન શું કામ કરાવ્યા. શુ કામ મારી જિંદગી બરબાદ કરી. ભાવના સાથે તારું અફેર હતું મને ખબર પડી એ જ દિવસે હું આત્મહત્યા કરવાની હતી પણ મા-બાપના વિચારે હું અટકી જતી. હું ભાવનાથી અને તારી માથી બહુ જ નફરત કરું છું. મારું ઘર તોડી નાખ્યું તારે માએ.
મારું ઢીંગલું I LOVE You So Much Rishu: દીકરાની હત્યા કર્યા બાદ સુસાઇડ નોટમાં ઉલ્લેખ
મારો હીરો મરી ગયો, મેં ગળું દબાવીને મારી નાખ્યો, મારું ઢીંગલું I LOVE You So Much Rishu. એ જીવત તો એની જિંદગી બરબાદ કરી નાખત.મારા હાથ ખૂબ જ ધ્રુજતા હતા. મારા ઢીંગલાને મારતા હું બહુ રડતી હતી. મારો દિલનો ટુકડો, મારી જાન મારો રીશું, સોરી દીકરા આવી રીતે તને મારવા માટે. આમ વિચારી પહેલા દીકરાની હત્યા કરી નાખી બાદમાં પોતે આત્મહત્યા કરી લીધી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.