અમદાવાદ / Ahmedabad : મોટેરા સ્ટેડીયમનું બધું કામ લગભગ પૂર્ણ, ટ્રમ્પ ઉદ્ઘાટન કરે તેવી શક્યતા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફેબ્રુઆરી મહીનામાં ભારતની મુલાકાતે આવવાના છે. ત્યારે અમદાવાદમાં હાઉડી મોદી જેવો કાર્યક્રમ યોજાય તેવી શક્યતા છે. અમદાવાદના મોટેરામાં બની રહેલા મોટેરા સ્ટેડિયમમાં કાર્યક્રમ કરવામાં આવે તેવી શક્યતા છે. સવા લાખની ક્ષમતા ધરાવતા મોટેરા સ્ટેડિયમનું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉદ્ઘાટન કરે તેવી શક્યતા છે. અમેરિકામાં નવેમ્બર મહિનામાં પ્રમુખની ચૂંટણી યોજાવવાની છે ત્યારે અમેરિકામાં વસતા ભારતીયોના મત મેળવવા માટેના ટ્રમ્પ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ