બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / કઈ નોકરીવાળા લોકો પાર્ટનર સાથે કરે છે સૌથી વધારે ચીટિંગ? જાસૂસ મહિલાનો ખુલાસો

સંબંધના દગાખોરો / કઈ નોકરીવાળા લોકો પાર્ટનર સાથે કરે છે સૌથી વધારે ચીટિંગ? જાસૂસ મહિલાનો ખુલાસો

Last Updated: 05:25 PM, 16 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કઈ નોકરીવાળા લોકો પાર્ટનર સાથે સૌથી વધારે ચીટિંગ કરે છે તેનો હવે ખુલાસો થયો છે.

સંબંધમાં છેતરપિંડી સામાન્ય છે. સંબંધમાં રહેલા લોકો કોઈને કોઈ સમયે બહારના પાત્ર સાથે ખેંચાતાં હોય છે અને પાર્ટનરને દગો કરી બેસતાં હોય છે પરંતુ હવે નવું સામે આવ્યું છે. કઈ નોકરીવાળા લોકો સૌથી વધુ પાર્ટનર સાથે દગાબાજી કરે છે.

મેડલિન સ્મિથ નામની એક મહિલા જાસૂસનો ખુલાસો

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રહેતી મેડલિન સ્મિથ નામની એક મહિલા જાસૂસે આના પર પ્રકાશ પાડ્યો છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાના અનોખા પ્રોફેશન વિશે જણાવ્યું છે. જેમાં તે દગાબાજ પુરુષોને ફસાવે છે. તેના ગ્રાહકોમાં પત્નીઓ અને ગર્લફ્રેન્ડનો સમાવેશ થાય છે જે પૈસા આપીને તેને સર્વિસ લે છે.

કયા વ્યવસાયના પુરુષો સૌથી વધારે બેવફા

મેડલિને જણાવ્યું કે જે પુરુષો પોલીસ વિભાગમાં કામ કરે છે તેઓ સૌથી વધુ બેવફા હોય છે. તેણે કહ્યું કે મેં 100થી વધુ પોલીસ અધિકારીઓને પકડ્યાં છે. પોલીસ બાદ અગ્નિશામકો, પેરામેડિક્સ અને લશ્કરી કર્મચારીઓ છે. પર્સનલ જિમ ટ્રેનર્સ પણ યાદીમાં ટોચ પર છે, ત્યારબાદ વકીલો છે. ડોકટરો તેમની યાદીમાં સૌથી છેલ્લે આવે છે.

એબ્સ દેખાડનારા પુરુષો સૌથી વધારે દગાબાજ

મેડલિનના મતે, જે પુરૂષો પોતાના એબ્સ બતાવતા પોતાની તસવીરો શેર કરે છે તેઓ છેતરપિંડી કરે છે, સશક્ત શરીરવાળા પુરુષો પણ તેમના પાર્ટનર સાથે ચીટિંગ કરતાં હોય છે.

5000 લોકોને પાર્ટનર સાથે દગો કરતાં પકડ્યાં

મેડલિન સ્મિથ તેના પાર્ટનરની શંકાને સમર્થન આપતા બેવફા પુરુષોને ખુલ્લા પાડવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. પૈસા મળ્યા પછી, તેણી તેના સંબંધમાંથી ભટકી ગયેલા કોઈપણ પુરુષને પકડવાની યોજના ધરાવે છે. સ્મિથ છેલ્લા ત્રણ વર્ષથી આ સેવા ચલાવી રહી છે અને તેણે 5000ને લોકો પાર્ટનરને દગો કરતાં પકડ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Most Unfaithful Men Most Unfaithful person
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ