બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / રાજકોટ / અન્ય જિલ્લા / મૂશળધાર વરસાદથી આજે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો પાણી-પાણી, જુઓ વીડિયો

વરસાદની આગાહી / મૂશળધાર વરસાદથી આજે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો પાણી-પાણી, જુઓ વીડિયો

Last Updated: 07:02 AM, 18 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ધીરે ધીરે વરસાદી માહોલ જામી રહ્યો છે. સૌરાષ્ટ્રનાં મોટા ભાગનાં વિસ્તારોમાં મેઘરાજા મુનમૂકીને વરસતા લોકોએ કંઈક અંશે ગરમીથી રાહત મેળવી હતી. તો વરસાદી માહોલ છવાતા ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો હતો.

તંત્રની પોલ ખુલી ગઈ

સુરેન્દ્રનગર પંથકમાં વરસાદી માહોલ છવાયો હતો. સામાન્ય વરસાદમાં તંત્રની પોલ ખુલી જવા પામી હતી. જેમાં સુરેન્દ્રનગરનાં શિવધારા ટાઉનશીપમાં સામાન્ય વરસાદે તંત્રની પોલ ખુલી જવા પામી હતી. સામાન્ય વરસાદમાં જ શિવધારા ટાઉનશીપનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ જવા પામતા રહીશોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

ખેડૂતોમાં ખુશીનો માહોલ

અમરેલી પંથકમાં સતત બીજા દિવસે મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા. અમરેલીનાં બાબરા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી વ્યાપી જવા પામી હતી.

ગ્રામ્ય પંથકમાં છવાયો વરસાદી માહોલ

રાજકોટ પંથકમાં પણ વરસાદી માહોલ છવાયો હતો. રાજકોટનાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો. રાજકોટ પંથકનાં ન્યારા સહિતનાં ગામોમાં વરસાદ પડ્યો છે.

પવન સાથે ધોધમાર વરસાદ

અમરેલીનાં લિલીયા શહેરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. લિલીયા શહેરમાં મેઘરાજા મનમૂકીને વરસતા નાવલી નદીમાં નવા નીર ઠલવાયા હતા.

ધોધમાર વરસાદ પડતા રસ્તા બંધ

દ્વારકામાં મેઘરાજા મનમૂકીને વરસ્યા છે. દ્વારકાનાં ખંભાળિયામાં ધોધમાર વરસાદ પડતા રસ્તા બંધ થઈ જવા પામ્યા હતા. ભારે વરસાદને પગલે રસ્તો બંધ થઈ જતા કેબિનેટ મંત્રી મુળુ બેરાએ દૂરથી જ દર્શન કરીને પરત ફરવું પડ્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

Amreli Meteorological Department Surendranagar rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ