બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ભારતીય શેર બજારનો સૌથી મોંઘો શેર ગગડશે, એક્સપર્ટના અનુમાનથી માર્કેટમાં ભૂકંપ

બિઝનેસ / ભારતીય શેર બજારનો સૌથી મોંઘો શેર ગગડશે, એક્સપર્ટના અનુમાનથી માર્કેટમાં ભૂકંપ

Last Updated: 06:34 PM, 9 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રથમ ક્વાર્ટરમાં MRFની આવક આ ક્ષેત્રની અન્ય કંપનીઓ કરતાં ઘણી સારી રહી છે, તેની આવકમાં 12 ટકાનો વધારો જોવા મળ્યો છે.

પ્રથમ ક્વાર્ટરમાં MRFની આવક આ ક્ષેત્રની અન્ય કંપનીઓ કરતાં ઘણી સારી રહી છે, તેની આવકમાં 12 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ કારણે માર્જિન પણ સારું રહ્યું છે. આ વચ્ચે નિષ્ણાતોએ આ શેરમાં મોટા ઘટાડાના સંકેત આપ્યા છે.

ભારતીય શેરબજારમાં સૌથી મોંઘો સ્ટોક MRF છે, જેના એક શેરની કિંમત 1,35000 રૂપિયાથી વધુ છે. જો કે હવે બે નિષ્ણાતોએ કહ્યું છે કે મદ્રાસ રબર ફેક્ટરી (MRF)ના શેરમાં ભારે ઘટાડો થવાનો છે. આ કારણોસર એમઆરએફના શેર હવે વેચવા જોઈએ. શુક્રવારે MRF શેર 2.27% ઘટીને રૂ. 1,37,198 પર આવી ગયા હતા.

share-market

પ્રથમ ક્વાર્ટરમાં MRFની આવક આ ક્ષેત્રની અન્ય કંપનીઓ કરતાં ઘણી સારી રહી છે, તેની આવકમાં 12 ટકાનો વધારો જોવા મળ્યો છે. આના કારણે માર્જિન પણ સારું રહ્યું છે, પરંતુ આવા મજબૂત પરિણામો છતાં કોમોડિટી ફુગાવો અને ઊંચા અવમૂલ્યનને કારણે નફામાં 3 ટકાનો ઘટાડો થયો છે. જેના કારણે બે બ્રોકરેજ આ દિગ્ગજ સ્ટોકમાં મોટા ઘટાડાની આગાહી કરી રહ્યા છે.

29 ટકાનો ઘટાડો થશે?

શુક્રવારે MRFનો શેર BSE પર 3.4 ટકા ઘટીને રૂ. 1,35,501ની ઇન્ટ્રાડે નીચી સપાટીએ પહોંચ્યો હતો. બાદમાં તે રૂ. 1,37,106.10ના સ્તરે પહોંચ્યો હતો. નિષ્ણાતો આ ભાવથી MRFના શેરના ભાવમાં 29 ટકા સુધીનો ઘટાડો સૂચવે છે.

MOFSLએ જણાવ્યું છે કે અપેક્ષા કરતાં વધુ સારી આવક વૃદ્ધિ અને ખર્ચને ધ્યાનમાં રાખીને, કંપનીએ નાણાકીય વર્ષ 2025 માટે EPS અંદાજમાં 4 ટકા અને નાણાકીય વર્ષ 2026ના અંદાજમાં 9 ટકા વૃદ્ધિ નોંધાવી છે. MRFના શેર FY25 EPSના 29.5 ગણા પર ટ્રેડ થઈ રહ્યા છે, જે અપોલો ટાયરના 19 ગણા અને CEATના 17.2 ગણા કરતા વધારે છે. આ બ્રોકરેજે જૂન 2026ના ઇપીએસના 19 ગણા આધાર પર રૂ. 1,08,000ના લક્ષ્યાંક ભાવ સાથે શેર વેચવાની સલાહ આપી છે.

વધું વાંચોઃ સોનાના ઘરેણાં ખરીદાય કે ગોલ્ડ કોઈન? જાણો તમારા માટે કયો ફાયદાકારક વિકલ્પ

રૂ. 100000 થી નીચે આવશે?

કોટક ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝે જણાવ્યું હતું કે MRFનું પ્રથમ ક્વાર્ટર EBITDA તેના અંદાજ કરતાં 7 ટકા વધુ રહ્યુ જેનું કારણ ઉમ્મીદ કરતા વધુ રેવન્યુ છે. કંપનીને આશા છે કે માંગ સ્થીર રહેશે. કોટકે જણાવ્યું હતું કે આરએમ બાસ્કેટમાં વર્તમાન તેજી માર્જિન પર દબાણ જાળવી રાખશે. આ કારણે MRFના શેરમાં મોટો ઘટાડો થઈ શકે છે. આ શેર ઘટીને રૂ. 97,000 થઈ શકે છે.

(નોંધ- કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા ચોક્કસ નાણાકીય સલાહકારની મદદ લો.)

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

STOCK MARKET Business news in gujarati Share Market Crash News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ