બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Most Effective And best superfood Formula to increase sexual Power

ફાયદાકારક / શરીરની નબળાઈ દૂર કરી સેક્સુઅલ પાવર વધારશે આ 1 દેશી ફૂડનો પ્રયોગ, બસ રોજ 1 મુઠ્ઠી ખાઈ લો

Noor

Last Updated: 01:52 PM, 8 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કોરોના મહામારીને કારણે બધાં જ ઘરમાં કેદ છે. જેથી ઘરમાં જો કેટલીક સમસ્યાઓ થતી હોય તો તેનો દેશી ઉપાય દ્વારા ઈલાજ કરી શકાય છે. જી હાં, ઘરમાં જ રહેલાં કેટલાક સુપરફૂડના પ્રયોગ આપણાં શરીરની કેટલીક તકલીફો પર ગજબની અસર કરે છે. એવું જ એક સુપરફૂડ છે દેશી ચણા એટલે કાળા ચણા. આજે અમે તમને કાળા ચણાના બેસ્ટ પ્રયોગ અને ખાવાની રીત જણાવીશું. જે કમાલની અસર કરશે.

  • રોજ આ ઉપાય કરશો તો શરીરને મળશે ભરપૂર તાકાત
  • આ સુપરફૂડનો દેશી પ્રયોગ સેક્સુઅલ પાવર અને ફર્ટિલિટી વધારશે
  • પુરૂષો માટે વરદાન સમાન છે આ ફૂડ

તમને જણાવી દઈએ કે, દેશી ચણા શરીરની નબળાઈ દૂર કરવા, તાકાત અને એનર્જી વધારવા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ચણા સસ્તાં અને બદામથી પણ વધારે અસરકારક હોય છે. ટીનએજર્સ અને યંગસ્ટર્સે રોજ પલાળેલા ચણા ખાવા જોઈએ. તેનાથી ફર્ટિલિટી વધે છે અને શરીરમાં તાકાત આવે છે.

આ રીતે ઉપયોગ કરો

1 મુઠ્ઠી કાળા ચણાને સાફ કરી લો. પછી તેને ધોઈને 1 ગ્લાસ પાણીમાં રાતે પલાળી દો. સવારે ફ્રેશ થઈને એક્સરસાઈઝ કર્યા બાદ આ ચણા સરખી રીતે ચાવીને ખાઓ અને તેનું પાણી પણ પી લો. ચણાની માત્રા ધીરે-ધીરે તમારા વજન અને એક્સરસાઈઝ પ્રમાણે વધારી શકો છો.

1 મુઠ્ઠી ચણાની સાથે 5 બદામ પણ પલાળો. સવારે બંને સાથે ચાવીને ખાઓ અને પછી 1 ગ્લાસ નવશેકું દૂધ પી લો. આ ઉપાયથી સેક્સુઅલ પાવર વધશે, થાક નહીં લાગે અને શરીરની નબલાઈ પણ દૂર થશે. આ ઉપાય કરવાથી મસલ્સ પણ સ્ટ્રોન્ગ થાય છે. એનર્જી મળે છે. 

રોજ રાતે 1 મુઠ્ઠી ચણા પલાળી સવારે તેમાં સહેજ દેશી ગોળ મિક્સ કરીને ખાઓ. રોજ આ ઉપાય કરવાથી શરીરમાં લોહીની કમી દૂર થશે. બીમારીઓ સામે લડવાની તારાક વધશે. બ્લડ ફ્લો વધશે અને શરદી-ખાંસી જેવી બીમારીઓ પણ દૂર રહેશે. 

રોજ રાતે 1 મુઠ્ઠી ચણા પલાળી સવારે તેને સહેજ ઘીમાં શેકીને પછી ચાવીને ખાઓ. પછી 1 ગ્લાસ નવશેકું દૂધ પી લો. આ ઉપાય કરવાથી દરેક પ્રકારની નબળાઈ દૂર થાય છે. તાકાત મળે છે અને વજન પણ વધારી શકાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Benefits Black Chickpeas Kala Chana Man Power Most Effective Uses desi chickpeas formula Beneficial
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ