બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / most alcohol Consumption country list of 2023 disclosed belarus britain in focus and india is on rank
Vikram Mehta
Last Updated: 10:10 AM, 14 August 2023
ADVERTISEMENT
તાજેતરમાં સૌથી વધુ દારૂ પીતા દેશ પર સ્ટડી કરવામાં આવી હતી. આ સ્ટડી કર્યા પછી સૌથી વધુ દારૂ પીતા દેશોનું એક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ લિસ્ટમાં યૂરોપીય દેશ બેલારૂસ સૌથી પહેલા નંબરે ટોપ પર છે. આ દેશમાં દર વર્ષે એક વ્યક્તિ સરેરાસ 17.5 લીટર (178 બોટલ)દારૂનું સેવન કરે છે. આ લિસ્ટમાં ભારત 103માં સ્થાન પર છે. સૌથી વધુ ફોકસ બ્રિટન પર છે. આ દેશમાં દારૂ પીવાના આંકડા જાણીને તમે દંગ રહી જશો.
બ્રિટનની એજન્સી આલ્કોહોલ ચેન્જ દ્વારા સમગ્ર વિશ્વમાં સરેરાશ દારૂ પીતા દેશનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં ભારત 103માં સ્થાન પર છે. વર્ષ 2016માં બારતમાં પ્રતિ વ્યક્તિ લગભગ 5.7 લીટર દારૂનું સેવન કરતો હતો. વર્ષ 2020માં વૃદ્ધિ થઈને તે 5 બિલિયન લીટર થઈ ગઈ છે. વર્ષ 2024માં ભારતમાં વાર્ષિક 6.21 બિલિયન લીટર દારૂનું સેવન કરવામાં આવી શકે છે, તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. આ લિસ્ટમાં સૌતી વધુ ફોકસ બ્રિટન પર છે. બ્રિટીશ નાગરિક જીવનભરમાં દારૂ પીવા પર લગભગ 62,899 પાઉન્ડ (66.28 લાખ રૂપિયા) ખર્ચ કરે છે.
ADVERTISEMENT
41 વર્ષીય મહિલાએ 15 વર્ષમાં દારૂ પરના ખર્ચાનો હિસાબ કરતા તે ખુદ દંગ રહી ગઈ હતી. આ મહિલાએ 15 વર્ષમાં દારૂ પર 57,000 પાઉન્ડ (60 લાખ રૂપિયા)નો ખર્ચ કર્યો હતો. મહિલાના દારૂ પરનો ખર્ચો સાંભળીને અનેક લોકો દંગ રહી ગયા છે. મહિલાએ જણાવ્યું કે, તેણે કિશોરાવસ્થામાં દારૂનું સેવન કરવાની શરૂઆત કરી હતી. 20 વર્ષની થતા થતા તે વધુ માત્રામાં દારૂનું સેવન કરવા લાગી, જેના કારણે તેની કોલેજ પણ મિસ થઈ ગઈ છે. પહેલા તે સપ્તાહમાં માત્ર 3 વાર દારૂ પીતી હતી. આ આદત વ્યસનમાં ક્યારે પરિવર્તિત થઈ ગઈ તેની તેને જાણ જ ના થઈ. કિશોરાવસ્થામાં દરરોજ દારૂ પર 20 પાઉન્ડ ખર્ચ કરતી હતી, પરંતુ ધીરે ધીરે તેના કરિયાણાના ખર્ચા કરતા દારૂનો ખર્ચો વધી ગયો.
ઈટલી સૌથી વધુ દારૂનું ઉત્પાદન કરે છે, ત્યાર પછી સ્પેન અને ફ્રાંસનો નંબર આવે છે. તમને જણાવી દઈએ કે, બ્રિટન કરતા ઈટલી, સ્પેન અને ફ્રાંસમાં દારૂનો ઓછો વપરાશ કરવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.