Mosquito repelent coils proved to be dangerous to human health may cause pulmonary disease cause breathing
હેલ્થ /
સાવધાન! મચ્છર મારવાની અગરબતી અધધ... સિગારેટ જેટલું નુકસાન કરે છે, આજે જ બંધ કરી દો
Team VTV07:48 PM, 02 Dec 19
| Updated: 08:20 PM, 02 Dec 19
ભારતમાં શ્વાસની બીમારીઓ હવે ઉત્તરોતર વધી રહી છે જેના માટે મુખ્યત્વે પ્રદુષણ જવાબદાર છે. વાયુ પ્રદુષણ ઉપરાંત એક સંશોધન અનુસાર ભારતમાં મચ્છર ભગાડવા વપરાતી અગરબત્તી ઓરડામાં સળગાવવાથી તેના ધુમાડાને શ્વાસમાં લેવાથી પણ ગંભીર શ્વાસના રોગો થવાની શક્યતા રહેલી છે.
મચ્છર ભગાડવાની એક કોઇલ સળગાવીને બંધ રૂમમાં સૂઇ જાવ તે ૧૦૦ સિગારેટ પીવા જેટલું નુકસાન કરે છે
સિગરેટ ન પીવાની સાથે સાથે સિગરેટ પીનારાથી દૂર રહેવું પણ એટલું જ જરૂરી
ધ બર્ડન ઓફ ઓબ્સ્ટ્રેક્ટિવ લંગ ડિસીઝ સંસ્થા દ્વારા કરાયેલા અભ્યાસ મુજબ વિશ્વમાં ૧૦.૧ ટકા લોકોને ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મનરી ડિસીઝ હોય છે. પુરુષોમાં ૧૧.૮ ટકા અને સ્ત્રીઓમાં ૮.પ ટકા જેટલી શકયતાઓ હોય છે. આ સમસ્યા કેટલાક ચોક્કસ રાજ્યોમાં વધુ પ્રવર્તે છે. શહેરીજનોને એર પોલ્યુશન પરેશાન કરે છે તો ગ્રામીણ વિસ્તારોમાં ચુલાનો ધુમાડો રોગનું મોટું કારણ બને છે.
સિગરેટ ન પીવા વાળા પણ ભોગ બને છે
આ રોગની સૌથી મોટી સમસ્યા એ છે કે દર્દી જયારે ડોકટર પાસે આવે ત્યારે ઓલમોસ્ટ બીજા કે ત્રીજા તબક્કામાં રોગ પ્રવેશી ચૂકયો હોય છે. ભારતમાં આ રોગ ૧પથી ૧૭ ટકા લોકોમાં જોવા મળે છે. સાઈલન્ટલી શરીરમાં આગળ વધતા ક્રોનિક ડિસીસ બાબતે જાગૃતિ ખૂબ જ જરૂરી છે. પહેલાં એવું કહેવાતું હતું કે સ્મોકિંગ કરતા લોકોમાં આવા ડિસીઝ થાય છે, પરંતુ હવે એર પોલ્યુશનના કારણે નોન સ્મોકર્સમાં પણ આ ડિસીસ વધી રહ્યો છે.
નોન સ્મોકર્સ બે રીતે રોગનો ભોગ બને છે. કયારેક પેસિવ સ્મોકિંગનો ભોગ બને છે તો કયારેક ઘરમાં વપરાતા કેમિકલથી થતી હાનિથી તેઓ સભાન હોતા નથી. મચ્છર ભગાડવા માટે લોકો અગરબત્તી કે મોસ્કિટો રેપેલન્ટ પેપર સળગાવે છે. બીજા મચ્છર અંદર ન આવે તે માટે બારી બારણાં બંધ કરી દેવાય છે. એક કોઈલ સળગાવીને બંધ રૂમમાં સૂઇ જવાથી શકય છે કે મચ્છર મરી જાય અને તમે આરામની ઊંઘ લઇ શકો, પરંતુ એક રાતે એક કોઇલ સળગાવીને બંધ રૂમમાં સૂઇ જાવ તે ૧૦૦ સિગારેટ પીવા જેટલું નુકસાન કરે છે.
પ્રિવેન્શન માટે આટલું કરો
તમારી આસપાસની એર કવોલિટી સુધરે તેવા પ્રયાસો કરો.
ટ્રાફિકનો ધુમાડો ઓછો થાય સૂતી વખતે હવા બંધિયાર રૂમમાં ભરાઇ ન રહે તેનું ધ્યાન રાખો.
મોસ્કિટો રેપેલન્ટ અગરબત્તી ન સળગાવો.
સ્મોકિંગ કરતા હો તો વહેલી તકે છોડી દો. કોઇ નજીકમાં સ્મોક કરતું હોય તો ત્યાંથી દૂર ખસી જાવ અને પેસિવ સ્મોકિંગનો ભોગ ન બનો.
ફિઝિકલ એક્ટિવિટી ઘટી ગઇ હોય અને છ મહિના પહેલાં તમે જે કામ કરતા હતા તેને કરવામાં શ્વાસ ચઢતો હોય તો આ લક્ષણને હળવાશથી ન લો.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની સુરક્ષામાં ચૂક જોવા મળી છે. તેઓના સ્ટાફે તેની સુચના સુરક્ષા અધિકારીઓને આપી છે. 26 નવેમ્બરે તેમના ઘર પર એક ગાડી ઘુસી ગઇ હતી. સીઆરપીએફ ( CRPF )ના આઇજીને આપવામાં...