બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 12:42 PM, 10 June 2023
ADVERTISEMENT
હાલના સમયની લાઈફસ્ટાઈલ ખૂબ જ બિઝી થઈ ચુકી છે. એવામાં આપણે સંપૂર્ણ રીતે ઉંઘ નથી લઈ શકતા અને પછી સવારે ઉઠવાનું ખૂબ જ મુશ્કેલ લાગે છે. સામાન્ય રીતે હેલ્થ એક્સપર્ટ્સ એક હેલ્ધી એડલ્ટને 8 કલાકની સારી ઉંઘ લેવાની સલાહ આપે છે.
ADVERTISEMENT
પરંતુ ઘણા લોકો આ ટિપ્સ ફોલો નથી કરી શકતા અને પછી સવારે ઉઠતી વખતે આંખ નથી ખુલતી. અને સાથે જ આખા શરીરમાં દુખાવો થાય છે. જો તમને સવારે જલ્દી ઉઠવામાં મુશ્કેલી થાય છે તો આજે અમે તમને એવા ઉપાય જણાવીશું જેનાથી ઉંઘ ઉડાવવાનું સરળ થઈ જશે.
અલાર્મને હાથથી રાખો દૂર
સેલફોનનું ચલણ વધવાના પહેલા આપણે અલાર્મ ઘડીયાળનો ઉપયોગ કરતા હતા. પરંતુ ટેક્નોલોજીના વિકાસના બાદ મોબાઈલમાં જ એલાર્મની સુવિધા આવી ગઈ છે. પરંતુ તેનાથી મુશ્કેલી એ છે કે ફોનમાં આપણે સ્નૂઝ બટનનો ઉપયોગ વધારે કરીએ છીએ. જેનાથી બેડ પરથી ઉભા થવામાં મોડુ થઈ જાય છે.
માટે સૌથી સારી રીત છે કે તમે મોબાઈલ ફોનમાં એલાર્મ લગાવ્યા બાદ તેને એટલી દૂર રાખો કે તેના અવાજ સંભળાય પરંતુ હાથ ત્યાં સુધી ન પહોંચી શકે. એવામાં તમારે એલાર્મ બંધ કરવા માટે બેડ પરથી ઉભુ થવું પડશે અને ઉંઘ ઉડી જશે.
હુંફાળુ પાણી પીવો
ભારતમાં ઘણા લોકોને સવારે ઉઠતા જ ચા પીવાની આદત હોય છે. જેને બેડ ટી પણ કહેવામાં આવે છે. પરંતુ આમ કરવાથી તમને એસિડિટી અને કબજીયાત જેવી મુશ્કેલીઓ આવી શકે છે. માટે ચા પીવાની જગ્યા પર હુંફાળા પાણીનું સેવન કરો.
તેનાથી આપણું શરીર તરત એક્ટિવ થઈ જશે અને જે લોકોને કબજીયાતની ફરિયાદ છે તેમને રાહત મળે છે. તમે ઈચ્છો તો હલકા ગરમ પાણીમાં મધ અને લીંબુ નાખીને પણ પી શકો છો. તેનાથી વજન ઓછુ થવામાં મદદ મળે છે.
ચાલવા જતા રહો
જ્યારે ઉપર આપવામાં આવેલા ઉપાયો કરવા છતાં સવારે ઉંઘ નથી ઉડતી અને સુસ્તી લાગે છે તો એવામાં જરૂરી છે કે તમે મોર્નિંગ વોક પર જતા રહો. તો એવામાં જરૂરી છે કે તમે મોર્નિંગ વોક પર જાઓ. પ્રયત્ન કરો કે 20થી 30 મિનિટ સુધી ચાલવાનો પ્રયત્ન કરો જેથી બોડી ઓક્ટિવ થઈ જાય અને ફરી બેડ પર જવાની ઈચ્છા ન થાય.
Disclaimer
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.