અમેરિકામાં ૨,૨૭,૦૦૦ લાખથી વધુ ભારતીયો ફેમિલી સ્પોન્સર્ડ ગ્રીન કાર્ડની રાહ જોઇ રહ્યાં છે તેમ સત્તાવાર આંકડામાં જણાવવામાં આવ્યું છે. ગ્રીન કાર્ડની રાહ જોઇ રહેલા વિદેશીઓમાં મેક્સિકોના નાગરિકો પછી ભારતીયો બીજા નંબરે છે.
અમેરિકામાં ભારતીયો જોઈ રહ્યા છે ગ્રીન કાર્ડની રાહ
મેક્સિકોના નાગરિકો બાદ ભારતીયો બીજા ક્રમે
ફેમિલી સ્પોન્સર્ડ ગ્રીન કાર્ડ માટે 15 લાખથી વધુ લોકો વેટિંગ લિસ્ટમાં
યુ.એસ.સી.આઇ.એસ. દ્વારા તાજેતરમાં અપાયેલા આંકડા મુજબ, મે 2018 સુધીમાં, 3,95,025 વિદેશી નાગરિકો રોજગાર આધારિત અગ્રતા કેટેગરી હેઠળ ગ્રીન કાર્ડ મેળવવાની લાઇનમાં હતા. તેમાંથી 3,06,601 ભારતીય હતા. ભારત પછી, ચીની નાગરિકો આ યાદીમાં બીજા ક્રમે છે. હમણાં 67,031 ચાઇનીઝ નાગરિકો ગ્રીન કાર્ડ મેળવવાની રાહમાં છે.
ફાઈલ ફોટો - સોર્સ wikipedia
3 લાખથી વધારે ભારતીયો છે ગ્રીન કાર્ડ મેળવવાની લાઈનમાં
યુ.એસ.સી.આઇ.એસ. દ્વારા તાજેતરમાં અપાયેલા આંકડા મુજબ, મે 2018 સુધીમાં, 3,95,025 વિદેશી નાગરિકો રોજગાર આધારિત અગ્રતા કેટેગરી હેઠળ ગ્રીન કાર્ડ મેળવવાની લાઇનમાં હતા. તેમાંથી 3,06,601 ભારતીય હતા. ભારત પછી, ચીની નાગરિકો આ યાદીમાં બીજા ક્રમે છે. હમણાં 67,031 ચાઇનીઝ નાગરિકો ગ્રીન કાર્ડ મેળવવાની રાહમાં છે. જો કે, આ સિવાય અન્ય કોઈ પણ દેશના ગ્રીનકાર્ડની રાહ જોનારા લોકોની સંખ્યા 10,000 કરતાં વધુ નથી. અન્ય દેશોમાં અલ સલ્વાડોર (7252), ગ્વાટેમાલા (6,027), હોન્ડુરાસ (5,402), ફિલિપાઈન (1,491), મેક્સિકો (700) અને વિયેટનામ (521) છે.
આટલા નાગરિકો જોઈ રહ્યા છે ગ્રીન કાર્ડની રાહ
હાલમાં કુલ ૪૦,૦૦,૦૦૦ વિદેશી નાગરિકો ફેમિલી સ્પોન્સર્ડ ગ્રીન કાર્ડની રાહ જોઇ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાની સરકાર દર વર્ષે ૨,૨૬,૦૦૦ વિદેશી નાગરિકોને ગ્રીન કાર્ડ આપે છે. ૪૦,૦૦,૦૦૦ પૈકી ૧૫,૦૦,૦૦૦ લાખ મેક્સિકોના નાગરિકો છે. ત્યારબાદ ૨,૨૭,૦૦૦ ભારતના નાગરિકો અને ચીનના ૧,૮૦,૦૦૦ નાગરિકો ગ્રીન કાર્ડની રાહ જોઇ રહ્યાં છે તેમ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ એક નિવેદનમાં જણાવ્યું છે.
શું કહે છે કાયદો?
વર્તમાન કાયદા હેઠળ નાણાકીય વર્ષમાં કોઈ પણ દેશના 7 ટકાથી વધુ નાગરિકોને ગ્રીન કાર્ડ આપી શકાશે નહીં. તેથી જ ભારતીયોને અમેરિકાના કાયમી રહેવાસી બની રહેવા માટે લાંબી રાહ જોવી પડશે. કાયમી રહેઠાણમાં 7 ટકાના ક્વોટાની અસર ભારતીય-અમેરિકનો પર પડી છે. આમાંના મોટાભાગના ભારતીયોને ઉચ્ચ સ્કીલ મળે છે અને તેઓ મુખ્યત્વે એચ -1 બી વર્ક વિઝા પર અમેરિકા આવે છે. ક્વોટાને કારણે, ભારતના સ્કિલ્ડ માઇગ્રન્ટ્સ માટે ગ્રીન કાર્ડની પ્રતીક્ષા સમયગાળો 70 વર્ષ સુધીનો હોઈ શકે છે.