બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / પશ્ચિમ કોંગોમાં સર્જાઇ બોટ દુર્ઘટના: નિપજ્યાં 80થી વધુ લોકોના મોત, 200 લોકો હતા સવાર

મોટી દુર્ઘટના / પશ્ચિમ કોંગોમાં સર્જાઇ બોટ દુર્ઘટના: નિપજ્યાં 80થી વધુ લોકોના મોત, 200 લોકો હતા સવાર

Last Updated: 08:10 AM, 13 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Congo Boat Accident Latest News : મુસાફરોને લઈ જતી બોટ નદી કિનારે અથડાઈ અને તૂટી અને આ દુર્ઘટના સર્જાઇ, અત્યાર સુધી 86 મુસાફરોના મોત થયા તો 185 લોકો નદીમાં તરીને કિનારે પહોંચવામાં સફળ થયા

Congo Boat Accident : મધ્ય આફ્રિકામાં સ્થિત દેશ કાંગોથી એક દર્દનાક દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ કાંગોની રાજધાની કિન્શાસા નજીક નદીમાં 270થી વધુ મુસાફરોને લઈ જતી બોટ પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં 80થી વધુ લોકોના મોતના સમાચારથી ચકચાર મચી ગઈ છે. નોંધનિય છે કે, દેશના રાષ્ટ્રપતિ ફેલિક્સ ત્શિસેકેદીએ બુધવારે આ માહિતી આપી હતી. પ્રાથમિક વિગતો મુજબ મુસાફરોને લઈ જતી બોટ નદી કિનારે અથડાઈ અને તૂટી અને આ દુર્ઘટના સર્જાઇ હતી.

કાંગોની રાજધાની કિન્શાસા નજીક નદીમાં એક બોટ સેંકડો મુસાફરોને લઈને કિંશાસા જઈ રહી હતી. આ દરમિયાન અચાનક માર્ગમાં એન્જીન ફેલ થવાના કારણે આ દુર્ઘટના સર્જાઇ હતી. મુશી જિલ્લામાં વોટર કમિશનર રેઈન મેકરે અકસ્માત અંગે માહિતી આપતા કહ્યુ કે, આ દુર્ઘટનામાં અત્યાર સુધી 86 મુસાફરોના મોત થયા હતા. આ સાથે 185 લોકો નદીમાં તરીને કિનારે પહોંચવામાં સફળ થયા હતા. મહત્વનું છે કે, આ સ્થળ મુશીના નજીકના શહેરથી લગભગ 70 કિલોમીટર (43 માઇલ) દૂર છે.

જાણો કઈ રીતે બની દુર્ઘટના ?

મુશી જિલ્લામાં વોટર કમિશનર રેઈન મેકરે કહ્યું કે, માહિતી પ્રમાણે બોટ નદી કિનારે અથડાઈ અને તૂટી ગઈ. કાંગો સત્તાવાળાઓએ વારંવાર ઓવરલોડિંગ સામે ચેતવણી આપી છે અને જેઓ જળ પરિવહન માટે સલામતીનાં પગલાંનું ઉલ્લંઘન કરે છે તેમને સજા કરવા માટે હાકલ કરી છે. તમને જણાવી દઈએ કે, દૂરના વિસ્તારોમાં જ્યાંથી મોટાભાગના પ્રવાસીઓ આવે છે, ત્યાં ઘણા લોકો ઉપલબ્ધ રસ્તાઓને કારણે જાહેર પરિવહન પરવડી શકતા નથી તેથી હોડીનો વિકલ્પ પસંદ કરે છે.

સંકળાયેલા મુદ્દાઓ

western Congo Congo Boat Accident Boat Accident
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ