Coronavirus / અમેરિકામાં સ્થાનિકો ડૉક્ટર- સ્વાસ્થ્યકર્મીઓને વેનિટ વાન આપી રહ્યા છે, લોકડાઉન હળવુ થતા સ્થાનિકોએ કહ્યું જેલમાંથી છુટ્યા

More than 67,000 deaths from corona in the US, The number of America's corona victims is close to 12 lakh

અમેરિકામાં 24 કલાકમાં 1672 ના મોત 29386 લોકો કોરોનાગ્રસ્ત થયા છે. અત્યાર સુધીમાં 67,448 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 1,160,838 લોકો કોરોનાગ્રસ્ત છે. જ્યારે 173,725 લોકો સાજા થતા એક્ટિવ કેસની સંખ્યા 919,665 છે. ત્યારે ટ્રમ્પ રાજકારણમાંથી ઉપર નથી આવી રહ્યા જ્યારે કોંગ્રેસે ટ્રમ્પ વહીવટીતંત્રના રેપિડ કોરોના ટેસ્ટનો પ્રસ્તાવ નકાર્યો તોટ્રમ્પે કહ્યુ રાજકારણ છે. 2 રાજ્યોમાં લોકડાઉનમાં રાહત થતા લોકોએ કહ્યું જેલની બહાર નીકળી ગયા હોય તેવું લાગ્યું. 5 મિનિટમાં ટેસ્ટિંગ ડિવાઈસનો દાવો પણ ગવર્નરોને ખબર જ નથી આ માટે કોનો સંપર્ક કરવો. સ્થાનિકો ડૉક્ટર અને સ્વાસ્થ્યકર્મીઓને 50 લાખથી પણ મોંઘી વેનિટિ વેન આપી તેમને મદદ કરી રહ્યા છે. જેથી આ લોકો આરામ કરી શકે અને પોતાના પરિવારને સંક્રમણથી બચાવી શકે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ