બ્રેકિંગ ન્યુઝ
VTV / More than 500 deaths due to corona in India for 4 consecutive days
Ronak
Last Updated: 10:18 AM, 28 January 2022
ADVERTISEMENT
દેશમાં છેલ્લા 24 કલાકમાં 2.51 લાખ કેસ નોંધાયા છે. સાથેજ 627 લોકોના મોત થયા છે. જોકે સારી વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં 3,47,443 દર્દીઓ સાજા પણ થયા છે. જેથી કોરોનાની ગતિ હવે ધીમી પડી રહી છે. તેવું કહી શકાય. એકદંરે હવે દેશમાં કેસ ઘટી રહ્યા છે. જેથી પ્રતિબંધો પણ હટી રહ્યા છે.
ADVERTISEMENT
છેલ્લા 24 કલાકમાં 627 લોકોના મોત
આપને જણાવી દઈએ કે ગઈકાલની સરખામણીએ 35 હજાર જેટલા ઓછા કેસ નોંધાયા છે. ગઈકાલે દેશામાં 2.86 લાખ જેટલા કેસ નોંધાયા હતા. જોકે ગઈકાલ કરતા આજે મોતની સંખ્યા વધી ગઈ છે. કારણકે ગઈકાલે 573 લોકોના મોત થયા હતા જ્યારે 627 લોકોના મોત થયા છે. જે એક ચિંતાજનક બાબત કહી શકાય.
21 લાખ કરતા વધુ એક્ટિવ કેસ
હાલ ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા 21,05,611 છે. ડેલી પોઝિટિવિટી રેટની વાત કરીએ તો પોઝિટિવિટી રેટ પણ 15,.88ટકા છે. ભારતમાં અત્યાર સુધીમાં 3,80,24,771 લોકો સાજા થયા છે. જોકે વેક્સિનેશનને કારણે હવે કોરોનાની ગતી ધીમી પડી છે. પહેલાની સરખાણમીએ હવે લોકો ઝડપથી રિકવર થઈ રહ્યા છે.
મોતનો વધતો આંકડો ચિંતાનો વિષય
ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાની ત્રીજી લહેરમાં પણ કોરોનાના કેસ ઝડપથી વધ્યા. જોકે છેલ્લા અમુક દિવસોથી કેસ ઘટી રહ્યા છે. પરંતુ ચિંતાજનક બાબત એ છે કે દિવસેને દિવસે મોતનો આકંડો વધી રહ્યો છે. જોકે બીજી લહેર વખતે જેટલી ઘાતક પરિસ્થિતી સર્જાઈ હતી તેવી પરિસ્થિતી ત્રીજી લહેરમાં નથી. કારણકે આ લેહરમાં લોકો ઝડપથી સાજા પણ થઈ રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT