બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ક્યારે થશે વાવણી લાયક વરસાદ, વર્ષ કેટલા આની રહેશે ? 50 અગાહીકારોએ ભેગા મળી કરી આગાહી
Last Updated: 11:35 PM, 27 May 2024
આગામી વર્ષ કેવું જશે.. વરસાદ કેવો અને કેટલો થશે.. આ વાતને લઈને સૌકોઈ મૂંઝવણમાં હોય છે.. ખાસ કરીને ખેડૂતો સારા વરસાદની આગાહીની રાહ જોઈને બેઠા હોય છે.. ત્યારે દેશી પદ્ધત્તીથી વર્ષોથી આગાહીનું અનુમાન લગાવતા આગાહીકારો આ વર્ષે વરસાદ અંગે શું કહે છે તે આજે આપણે જાણીશું.
ADVERTISEMENT
50થી વધુ આગાહીકારો એક જગ્યાએ
ભારત ખેતી પ્રધાન દેશ છે.. આપણા દેશમાં મોટેભાગે ખેતી વરસાદ પર આધારિત છે. એટલે ચોમાસું કેવું રહેશે તેને લઇને સૌ કોઇના મનમાં ઉત્સુકતા હોય છે.. આ વર્ષે વરસાદ કેટલો થશે જેનો વર્તારો આપવા ગુજરાતભરમાંથી 50થી વધુ આગાહીકારોએ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે વર્ષા વિજ્ઞાન મંડળની બેઠકમાં ભાગ લીધો હતો. જેમાં આગાહીકારોએ પોતાની કોઠા સૂઝ અને વૈજ્ઞાનિક પદ્ધતિને આધારે વરસાદની શક્યતાઓ દર્શાવી હતી. જેમાં આ વર્ષનું ચોમાસુ લાંબુ અને બારથી ચૌદ આની વર્ષ રહેવાનું જણાવ્યું હતું.
ADVERTISEMENT
જુદા-જુદા આગાહીકારોની જુદા-જુદા માધ્યમો થકી આગાહી
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલા આગાહીકારો વનસ્પતિ, પક્ષીઓની ચેષ્ઠા, અખાત્રીજનો પવન, હોળીની ઝાર, ટીટોડીના ઈંડા, આંબા લીંબોડી લીમડા અને અન્ય ઝાડ પર આવેલા ફાલ પરથી વરસાદનું હનુમાન લગાવતા હોય છે. આ વર્ષે આકાશમાં જે ગર્ભ બંધાઈ છે તેને લઈને પણ કોઠાસૂઝ મુજબ આગાહીકારો દ્વારા આ વર્ષે આગાહી કરવામાં આવી હતી,
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 'ગુજરાતમાં આ તારીખે આંધી સાથે આવશે પહેલો વરસાદ' અંબાલાલની કડાકા કરતી આગાહી
55 થી 60 દિવસ સુધી વરસાદ વરસવાની આગાહી
ADVERTISEMENT
આગાહી કારોના મતે આ વર્ષે 55 થી 60 દિવસ સુધી વરસાદ વરરશે.. જૂનના બીજા અઠવાડિયાથી બે તબક્કામાં વાવણી થશે અને જૂનના અંત સુધીમાં બંને તબક્કાની વાવણી પૂરી થઈ જશે. આ વર્ષે 12થી 14 આની જેટલું વર્ષ રહેવાની આગાહી કરવામાં આવી છે. જૂનના બીજા અઠવાડિયાથી શરૂ થઈ ઓક્ટોબરની 20 તારીખ આસપાસ ચોમાસુ પૂરું થશે. આમ વિવિધ આગાહી કારોએ આજે પોતાના વરતારા જણાવ્યા.. જેમાં એકંદરે સારા વરસાદનો વરતારો સામે આવ્યો છે..
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
અમદાવાદ પ્લેન ક્રેશ / પ્લેન ઉપર જવાને બદલે કેમ નીચે આવ્યું? કોકપીટની અંદરથી સમજો વિમાન દુર્ઘટનાનું કારણ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
કર્મનો સિદ્ધાંત / પાકિસ્તાનમાં પણ પહેલગામ જેવો જ હુમલો, નાગરિકોને નામ પુછીને ઠાર માર્યા
ADVERTISEMENT