બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ભારત / Daily Horoscope / મહાકુંભમાં 35000000 થી વધુ લોકોએ લગાવી ડુબકી, જાણો કેવી રીતે થાય છે ગણતરી

નેશનલ / મહાકુંભમાં 35000000 થી વધુ લોકોએ લગાવી ડુબકી, જાણો કેવી રીતે થાય છે ગણતરી

Last Updated: 04:57 PM, 15 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભીડ માપવા માટે ઘણા બધા માપદંડો છે. પરંતુ યોગી સરકાર ભીડ ગણતરી માટે જે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે તે એઆઇ આધારિત CCTV કેમેરા છે.

ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજમાં મહાકુંભમાં અત્યાર સુધીમાં ૩.૫ કરોડથી વધુ લોકોએ સ્નાન કર્યું છે. લોકોના મનમાં એક પ્રશ્ન છે કે યોગી સરકાર મહાકુંભમાં ભીડની ગણતરી કેવી રીતે કરી રહી છે?

પ્રયાગરાજ મહાકુંભમાં સ્નાન કરનારા લોકોની સંખ્યાનો ડેટા યુપી સરકાર કેવી રીતે એકત્રિત કરી રહી છે? આ પ્રશ્ન ઘણા લોકોના મનમાં છે. અમૃત સ્નાનના દિવસે અઢી કરોડ લોકોએ મહાકુંભમાં સ્નાન કર્યું. જ્યારે ૧૩ જાન્યુઆરી એટલે કે પોષ પૂર્ણિમાના દિવસે ૧.૫ કરોડથી વધુ લોકોએ સ્નાન કર્યું હતું. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે સરકાર આ ગણતરી કેવી રીતે કરી રહી છે?

ખરેખર ભીડ માપવા માટે ઘણા બધા માપદંડો છે. પરંતુ યોગી સરકાર ભીડ ગણતરી માટે જે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે તે એઆઇ આધારિત CCTV કેમેરા છે. આ કેમેરા ભીડમાં હાજર લોકોની સંખ્યાનો અંદાજ લગાવી રહ્યા છે. સમગ્ર મેળા વિસ્તારમાં આશરે ૧૮૦૦ કેમેરા લગાવવામાં આવ્યા છે. જેમાંથી ૧૧૦૦ પરમાનેંટ કેમેરા છે, જ્યારે ૭૦૦ થી વધુ કામચલાઉ કેમેરા છે. આમાંના મોટાભાગના કેમેરા AI આધારિત છે.

Mahakumbh002

એક ખાસ ટીમ 48 ઘાટ પર દર કલાકે ડૂબકી લગાવતા લોકોની ભીડનું મૂલ્યાંકન કરી રહી છે. મહાકુંભ શરૂ થાય તે પહેલાં ભીડ ગણતરીના રિહર્સલ ઘણી વખત કરવામાં આવ્યા હતા. મહાકુંભના 48 ઘાટ પર ગ્રાઉડ કેપેસિટી એસેસમેંટ રિયલ ટાઇમ બેસિસના આધારે કરવામાં આવી રહ્યું છે. આ માટે નિષ્ણાતોની એક ટીમ છે જે દર કલાકે ભીડ ગણતરીનું મૂલ્યાંકન કરી રહી છે.

Website_Ad_3_1200_628_Oe30oNh.width-800

નિષ્ણાત ટીમ 48 ઘાટ પર દર કલાકે ભીડનું મૂલ્યાંકન કરી રહી છે

નિષ્ણાતોની એક ટીમ દર કલાકે બધા 48 ઘાટ પર ક્રાઉડનું અસેસમેંટ કરે છે. આ ઉપરાંત ચોક્કસ ત્રિજ્યામાં ભીડની ઘનતા પણ ડ્રોન દ્વારા માપવામાં આવી રહી છે અને પછી તેને ક્રાઉડ અસેસમેંટ ટીમને મોકલવામાં આવે છે. આ ઉપરાંત એક ડેડીકેટેડ એપ્લિકેશન પણ છે, જે મેળામાં હાજર લોકોના હાથમાં સરેરાશ મોબાઇલ ફોનની સંખ્યાને ટ્રેક કરી રહી છે.

આ પણ વાંચોઃ 1954માં કંઇક આવો હતો મહાકુંભનો અદભુત નજારો, વાયરલ Videoમાં જુઓ ઐતિહાસિક દ્રશ્યો

સરકારનો દાવો છે કે આ વખતે અહીં આવનારા શ્રદ્ધાળુઓની ગણતરી માટે આ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટેકનોલોજી આધારિત ભીડ એકત્રીકરણ મૂલ્યાંકન છે. મેળા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર આ એક સમર્પિત ટીમ છે જે ભીડની ગીચતા પર નજર રાખવા માટે કમાન્ડ સેન્ટર સાથે જોડાયેલી છે અને ભીડની નવીનતમ સ્થિતિ વાસ્તવિક સમયમાં કમાન્ડ સેન્ટરને મોકલે છે. કારણ કે ભીડના માપને માપવાનો આ પણ એક મોટો રસ્તો છે. આ ઉપરાંત સ્થાનિક ગુપ્તચર એકમ પણ જૂની રીતે સરકારને ભીડનો અંદાજ પૂરો પાડી રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Uttar pradesh Mahakumbh 2025 Yogi Sarkar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ