બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / More than 100 people were cheated of crores of rupees in the name of Canadian permit visa

ચેતજો / કેનેડાના પરમીટ વીઝાના નામે 100થી વધુ લોકો સાથે થઈ કરોડો રૂપિયાની ઠગાઇ, અમદાવાદની આ કંપનીનો ઈસમ ઝડપાયો

Priyakant

Last Updated: 04:07 PM, 25 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આરોપીએ અંદાજે 100 નાગરિકોના રૂપિયા મેળવી કરોડોનું ફૂલેકું ફેરવ્યું, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઇસમે આચરી ઠગાઇ

  • કેનેડાના પરમીટ વીઝા આપવાના નામે ઠગાઈ, આરોપીએ કરોડોનો ફૂલેકું ફેરવ્યું
  • ઠગાઈ કરનારા ઉડાન હોલીડેના નામની કંપનીના એક આરોપીની ધરપકડ
  • ઇસમે 100થી વધુ લોકો પાસેથી રૂપિયા 3 કરોડથી વધુની ઠગાઈ કરી 

અમદાવાદમાં કેનેડાના પરમીટ વીઝા આપવાના નામે ઠગાઈની ઘટના સામે આવી છે. ક્રાઇમ બ્રાન્ચે  એક ઈસમની ધરપકડ કરી પૂછપરછ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેમાં ઇસમે ઉડાન હોલીડેના નામની કંપની દ્વારા કરોડોની ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ આરોપીએ અંદાજે 100 નાગરિકોના રૂપિયા મેળવી કરોડોનું ફૂલેકું ફેરવ્યું છે. જેમાં આરોપીએ વર્ક પરમીટના નામે 39 લાખ 41 હજાર રૂપિયા પડાવ્યા હતા. આરોપી 15થી 20 લાખમાં વર્ક પરમીટની લાલચ આપતો હતો અને 100થી વધુ લોકો પાસેથી રૂપિયા 3 કરોડથી વધુની ઠગાઈ કરી હતી. 

ઉડાન હોલીડેના નામની કંપનીએ કરોડોનું ફૂલેકું ફેરવ્યું

અમદાવાદમાંથી ઉડાન હોલીડેના નામની કંપનીમાંથી કરોડોની ઠગાઈ ઝડપાઈ છે. આ કંપની કેનેડાના પરમીટ વીઝા આપવાના નામે ઠગાઈ કરતી હતી. જેથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઠગાઈ કરનારા હર્ષિલ પટેલ નામના આરોપીની ધરપકડ કરી છે. જે બાદ ક્રાઈમ બ્રાન્ચના DCPએ કહ્યું કે, આરોપીએ અંદાજે 100 નાગરિકોના રૂપિયા મેળવી કરોડોનું ફૂલેકું ફેરવ્યું છે. જેમાં આરોપીએ વર્ક પરમીટના નામે 39 લાખ 41 હજાર રૂપિયા પડાવ્યા હતા. 

હર્ષિલ પટેલ નામના આરોપીની ધરપકડ

ક્રાઈમ બ્રાન્ચના DCPએ કહ્યું કે, સમગ્ર કેસમાં હર્ષિલ પટેલ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી ઈસમ 15થી 20 લાખમાં વર્ક પરમીટની લાલચ આપતો હતો. આ સાથે ઇસમે 100થી વધુ લોકો પાસેથી રૂપિયા 3 કરોડથી વધુની ઠગાઈ કરી હતી. આ ઠગાઈ પાલનપુર, મહેસાણા, વાપી અને અમદાવાદના લોકો સાથે કરવામાં આવી હતી. આ હોલીડે નામની કંપની 2018થી શરૂ કરવામાં આવી હતી.

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઇસમે આચરી ઠગાઇ 

હર્ષિલ પટેલ નામના આરોપીએ 2018 હોલીડે નામની કંપની શરૂ કરી હતી. જે બાદમાં તે લોકોને 15થી 20 લાખમાં કેનેડામાં વર્ક પરમીટની લાલચ આપતો હતો. તેને પાલનપુર, મહેસાણા, વાપી અને અમદાવાદના લોકોને વિશ્વાસમાં લઈ રૂપિયા 3 કરોડથી વધુની ઠગાઈ કરી હતી. પ્રાથમિક તપાસમાં આરોપીએ અંદાજે 100 નાગરિકોના રૂપિયા મેળવી કરોડોનું ફૂલેકું ફેરવ્યું હોવાનું સામે આવ્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Holiday Company ahemdabad canada ઉડાન હોલીડે કરોડોની ઠગાઈ કેનેડા કેનેડાના વિઝા ક્રાઈમ બ્રાન્ચ DCP Canada Work Permit
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ