બ્રેકિંગ ન્યુઝ
Dharmishtha
Last Updated: 10:24 AM, 4 December 2021
ADVERTISEMENT
ટિકૈતે કહ્યું છે કે આશા છે કે આજે પણ મીટિંગમાં કોઈ સમાધાન કાઢવું જોઈએ
સિંધુ બોર્ડર પર આજે ખેડૂત સંગઠનોની બેઠક પહેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે મોટું નિવેદન આપ્યું છે. રાકેશ ટિકૈતે કહ્યું છે કે આશા છે કે આજે પણ મીટિંગમાં કોઈ સમાધાન કાઢવું જોઈએ. તેમણે કહ્યું કે આજે સિંધુ બોર્ડરની મીટિંગ પર સંયુક્ત ખેડૂત મોર્ચાની આખી ટીમ અને તેમની સાથે જોડાયેલા સંગઠનો હાજર રહેશે. તેમણે કહ્યું કે કૃષિ કાયદાને છોડી દઈએ તો 4થી 5 મોટા મુદ્દા છે. જેમાં એમએસપી, ખેડૂતની વિરુદ્ધ નોંધાયેલા કેસ, કેન્દ્રીય મંત્રી ટેનીની વિરુદ્ધ કાર્યવાહી અને સરકાર દ્વારા જપ્ત ટ્રેક્ટર છે. જો આના પર કંઈક પોઝિટિવ નિર્ણય થાય તો આંદોલન ખતમ થઈ જશે.
ADVERTISEMENT
ખટ્ટરના ઘરે રાજ્ય સરકારની સાથે લાંબી મીટિંગ થઈ પરંતુ...
ઉલ્લેખનીય છે કે આની પહેલા શુક્રવારે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરના ઘરે રાજ્ય સરકારની સાથે લાંબી મીટિંગ થઈ. પરંતુ કોઈ પરિણામ ન આવ્યું. રાજય સરકારે ખેડૂતો પર નોંધેલા કેસ પાછા લેવા સહિત બીજી માંગો પર વિચાર કરવા માટે ખેડૂત નેતાઓને બોલાવ્યા હતા. પરંતુ કોઈ પરિણામ ન નીકળ્યું. ખેડૂત નેતા ગુરનામ સિંહ ચઢૂનીએ કહ્યું કે આટલી લાંબી બેઠક બાદ પણ કોઈ સહમતિ નથી બની. સરકારે ન તો નરમાઈ દર્શાવી ન કડકાઈ.
મીટિંગમાં સીડ બિલ, વીજળી, કમિટી ગઠન પર વાત કરવામાં આવશે
આ બાદ રાકેશ ટિકેતનું નિવેદન આવ્યું છે કે ટિકૈતનું કહેવું છે કે આજે એસકેએમની બેઠકથી થોડીક આશા છે. રાકેશે કહ્યું કે કમિટી બનાવવાની વાત છે અને જે બીજા મામલા છે તેના પર ચર્ચા થશે. આજની મીટિંગમાં સીડ બિલ, વીજળી, કમિટી ગઠન પર વાત કરવામાં આવશે. તેમણે કહ્યું કે આંદોલન તે 4થી 5 મુદ્દા પર ખતમ થઈ જશે. આના પર તમામ લોકો એક મત છે.
કેન્દ્ર સરકાર સાથે કોઈ વાત નથી થઈ. અમારી ચિઠ્ઠીનો જવાબ પણ નથી મળ્યો- ટિકૈત
ટિકૈતે કહ્યું કે હરિયાણા સરકાર સાથે કાલે વાત થઈ. પરંતુ કેન્દ્ર સરકાર સાથે કોઈ વાત નથી થઈ. અમારી ચિઠ્ઠીનો જવાબ પણ નથી મળ્યો. રાકેશ ટિકૈતે કહ્યું કે આશા છે કે આનું સમાધાન થવુ જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.