બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Morbi's Special Pokso Court sentenced to Rapist life imprisonment, In the year 2016, Sagira was raped
Vishnu
Last Updated: 05:18 PM, 29 December 2021
ADVERTISEMENT
મોરબી જીલ્લામાં પાંચ વર્ષ અગાઉ સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતુ જે બાદ સગીરાએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન તેણીનું મોત થયું હતું. જે મામલે આજે મોરબી સ્પેશ્યલ પોક્સો કોર્ટે આરોપીને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા અને 30 હજારનો દંડ ફટકાર્યો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2016માં પીડિતાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ભોગ બનેલી સગીરાના પરિવારને સાત લાખ રૂપિયાની સહાય ચૂકવવા હુકમ પણ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
14 મે 2016ના રોજ શું બન્યું હતું?
ટંકારા નજીક વર્ષ 2016માં એક સગીરાને મજૂરી કામની લાલચ આપી અપહરણ કરવામાં આવ્યું હતું જે બાદ તેણીને ગોંધી રાખી અનેક વાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જેમાં મૂળ મધ્યપ્રદેશનો વતની અને ત્યારે ટંકારા તાલુકાના મીતાણા પાસે વાડી વિસ્તારમાં મજૂરીકામ કરતો પપ્પુ નારસંગ ભીલ નામનો આરોપી ગઈ તારીખ 14 મે 2016ના રોજ વાંકાનેરથી એક સગીરાને વાડીમાં મજૂરી કામની લાલચ આપી સાધનમાં મોરબી લાવ્યો હતો. જ્યાં ખેતરમાં આવેલી વાડીમાં બળજબરી પૂર્વક રાખી 7 થી 8 દિવસ સુધી પીડિતા સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. સગીરાએ કંટાળી ઝેરી દવા પી લેતા મોત નીપજ્યુ હતુ જે બાદ પીડિતાની માતાએ ફરિયાદ કરતાં દુષ્કર્મ અને પોકસો એકટ કલમ હેઠળ ગુનો નોંધી બે આરોપીમાંથી એક આરોપીની ટંકારા તાલુકા પોલીસે ધરપકડ કરી હતી, હજુ પણ દુષ્કર્મનો એક આરોપી ફરાર છે.
મોરબીની સ્પે.પોકસો કોર્ટનો કડક ચુકાદો
મોરબીની સ્પેશિયલ પોકસો કોર્ટના જજ એમ.કે ઉપાધ્યાયએ આરોપી પપ્પુ નારસંગ ભીલને રેપ કેસમાં દોષિ ઠેરવી આજીવન કેદની સજા આપી છે. સરકારી વકીલ સંજય દવેએ ધારદાર દલીલો તેમજ આરોપી વિરુદ્ધ પુરાવાનો ખડકલો રજૂ કરતાં આરોપીને કડકમાં કડક સજા અપાવવામાં મદદ મળી છે. આરોપીને 30 હજાર જેટલો દંડ જ્યારે પીડિતાને સરકાર તરફથી 7 લાખ વળતર પેટે આપવાનો પણ કોર્ટે હુકમ કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT