બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / માતા-પિતા ગુમાવનારી દીકરીઓની ભણવા-લગ્નની જવાબદારી કંપનીની, ગુજરાત હાઇકોર્ટનો આદેશ
Last Updated: 05:57 PM, 5 September 2024
મોરબીમાં 30 ઓક્ટોબર 2022ના રોજ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઝુલતો પુલ ધરાશાયી થતાં 135 લોકોના મૃત્યુ નીપજ્યાં હતા. જે કેસની ગુજરાત હાઇકોર્ટેમાં સુનાવણી હાથ ધરાઈ હતી ત્યારે કોર્ટે ઓરેવા કંપનીના સત્તાધીશોને ઉધડા લીધા હતાં.
ADVERTISEMENT
મોરબી બ્રિજ દુર્ઘટના કેસની હાઈકોર્ટમાં સુનાવણી
ADVERTISEMENT
આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે ઓરેવા કંપની પાસે ભોગ બનનારને વળતર કઈ રીતે આપશો તેની વિગતો માગી હતી. સાથો સાથ કોર્ટે કહ્યું હતુ કે, વાલી, માતા-પિતા ગુમાવનારી દીકરીઓની ભણવા,લગ્નની જવાબદારી કંપનીની રહેશે. બાળકોએ જે ભણવું હોય તે ભણાવવું પડશે. એ ભણીને તમારા બધાના બોસ પણ બની શકે છે અને એ કંપની પણ ઉભી કરી શકે છે. અત્રે જણાવીએ મોરબી ખાતેના પીડિતોનો સરવે થયો છે ત્યારે હવે રાજકોટ અને જામનગરના પીડિતોનો પણ સરવે થઇ શકે છે. જો કે, આ કેસની વધુ સુનાવણી આગામી દિવસમાં હાથ ધરાશે
શું છે સમગ્ર કેસ ?
30 ઓક્ટોબર 2022ના રોજ ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના બની હતી. જે દુર્ઘટનામાં 135 લોકોએ જીવ ગુમાવ્યો હતો. દુર્ઘટના કેસમાં 9થી વધુ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ઓરેવા ગ્રુપના જયસુખ પટેલ અત્યારે પણ જેલમાં છે.
આ પણ વાંચો: ટેન્ડર પ્રક્રિયાને લઇ કલોલ નગરપાલિકામાં બબાલ, પ્રજાના કામ ન થતાં હોવાનો આક્ષેપ
બ્રિજ ખુલ્લો મુકાયાના 5 દિવસમાં ધરાશાયી થયો હતો
મોરબીની મચ્છુ નદી પર આવેલા ઝૂલતા પુલનું રિનોવેશન ઓરેવા કંપનીએ રૂપિયા 2 કરોડના ખર્ચે કર્યું હતું. ભારતમાં સીએફએલ અને એલઈડી બલ્બમાં 1 વર્ષની વોરંટી આપવાની શરુઆત ઓરેવાએ કરી હતી. પરંતુ તેઓ આ વોરંટી પોતે રિનોવેટ કરેલા મોરબીના ઝૂલતા પુલ પર ન આપી શક્યા. 26 ઓક્ટોબર 2022થી મોરબીનો ઝૂલતો પુલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો તથા 12થી 15 વર્ષની મજબૂતાઈની ગેરંટી આપવામાં આવી હતી. જે 5 દિવસની અંદર તૂટ્યો અને 135 લોકો કાળનો કોળિયો બની જતાં હાહાકાર મચી ગયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.