બ્રેકિંગ ન્યુઝ
Divyesh
Last Updated: 03:09 PM, 20 June 2020
ADVERTISEMENT
દ્વારકામાં મોરારિ બાપુ પર થયેલા હુમલા બાદ રાજ્યભરના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે ભાવનગરમાં મોરારિ બાપુના ઘરની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. મોરારી બાપુની સુરક્ષાને લઈને બંદોબસ્ત ગોઠવાયો છે.
મોરારિ બાપુના ઘરના પટાંગણમાં પણ 8થી વધુ બાઉન્સરો તૈનાત કરાયા છે. દ્વારકામાં પબુભા માણેકે મોરારિ બાપુ પર હુમલો કર્યો હતો. આ ઘટના બાદ રાજ્યભરના સાધુસંતો તેમને મળવા માટે આવી રહ્યા છે. ત્યારે હવે તેમના ઘરની બહાર પોલીસ અને બાઉન્સરોનો બંદોબસ્ત ગોઠવાયો છે.
ADVERTISEMENT
રાજ્યભરના સાધુ સંતો મોરારિ બાપુને મળવા માટે પહોંચ્યાં
દ્વારકામાં મોરારિ બાપુ પર થયેલા હુમલા મામલે રાજ્યભરના સાધુ સંતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે રાજ્યભરના સાધુ સંતો ભાવનગરના મહુવામાં મોરારિ બાપુને મળવા માટે પહોંચ્યાં છે.
પબુભાના કૃત્ય સામે વીરપુર ગામ સજ્જડ બંધ
વીરપુરમાં મોરારિ બાપુ પર હુમલાના પ્રયાસની ઘટનાનો ભારે વિરોધ થઇ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર ઘટનાના પગલે વિરોધનો વંટોળ જોવા મળી રહયો છે. લોકો પ્રબુભાના કૃત્યનો વિરોધ કરી રહ્યાં છે. વિરપુરમાં પણ વેપારીઓએ આજે મોરારિ બાપુના સમર્થનમાં બંધ પાળ્યું છે.
મોરારિ બાપુના સમર્થનમાં માયાભાઇ આહિર
મોરારિ બાપુના સમર્થનમાં મહુવા બંધ રાખવામાં આવ્યુ છે. મહુવા બંધના એલાનને લઈને માયાભાઈ આહિરે નિવેદન આપ્યુ હતું કે, દ્વારકામાં જે ઘટના બની તેને હું વખોડું છું. દ્વારકાની ઘટનાને મહુવાની જનતાએ વખોડી છે અને લોકોએ જે રીતે મોરારિ બાપુને સમર્થન આપ્યુ તેને હું આવકારું છુ. દ્વારકામાં પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકે મોરારિ બાપુ પર હુમલો કર્યો હતો. જો કે આ ઘટના બાદ રાજ્યની જનતામાં રોષ જોવા મળી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.