મોરારી બાપૂનું માનવું છે, હનુમાનજી વૈજ્ઞાનિક છે, ગણાવ્યા આ પાંચ કારણો...

By : hiren joshi 05:54 PM, 06 December 2018 | Updated : 05:54 PM, 06 December 2018
અમદાવાદઃ જાણીતા કથાકાર મોરારી બાપૂનું માનવું છે કે, હનુમાનજી વૈજ્ઞાનિક છે. મોરારી બાપૂનું કહેવું છે કે, હનુમાનજીનું રૂપ ભલે વાનર હોય પરંતુ તેઓ બહુ જ સુંદર વૈજ્ઞાનિક છે. બાપૂનું કહેવું છે કે, 21મીં સદીમાં હનુમાનજીને વૈજ્ઞાનિક રૂપમાં યાદ રાખવા જોઇએ. બાપૂની આ વાત પર સવાલ ઉઠાવે છે કે, લોકો હનુમાનજીને તેલ, અડદ, આંકડાના ફૂલ વગેરે વસ્તુઓ ચઢાવીને ભગવાનની મૂર્તિને ગંદી શા માટે કરે છે? જુની પરંપરાઓ ભૂલીને હવે આપણે હનુમાનજીને નવા સ્વરૂપે યાદ કરવા જોઇએ.

બાપૂએ આ વર્ષે હનુમાન જયંતી પર એક ધાર્મિક કાર્યક્રમમાં કહ્યું હતું કે, યુવાનોને હનુમાનજીને માત્ર ધાર્મિકરૂપમાં જ નહીં પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવા જોઇએ. બાપૂએ હનુમાનજીને વૈજ્ઞાનિક બતાવવા પાછળ પાંચ કારણ ગણાવ્યા.

1. હનુમાનજી પોતાના તમામ શ્વાસમાં પ્રભુ શ્રીરામનું નામ લે છે. આ કોઇ સામાન્ય વાત નથી. આના માટે યોગની ઉંડી જાણકારી હોવી જોઇએ. આ પ્રકારથી હનુમાનજીને યોગ વિજ્ઞાનની બહુ સારી જાણકારી હતી.

2. હનુમાનજીની પાસે ગજબનો વિશ્વાસ હતો. હનુમાનો આ વિશ્વાસ પ્રભુ શ્રીરામમાં હતો. રામજીમાં વિશ્વાસ રાખતા હનુમાનજીએ કેટલાય સારા મોટા-મોટા કાર્યો કરી નાખ્યા. જેમાં વિશાળ સમુદ્રને પાર કરવો હોય, સીતાજીની શોધખોળ હોય કે પછી હિમાલય પર્વતથી સંજીવની લાવીને લક્ષ્મણજીનો જીવ બચાવવનો હોય. આ તમામ હનુમાનજીના વિશ્વાસ વિજ્ઞાનના કારણે જ થઇ શકે.

3. મોરારી બાપૂના જણાવ્યા અનુસાર, હનુમાનજીને વ્યાસ વિજ્ઞાનનું જ્ઞાન હતું. હનુમાનજી જરૂરીયાતના સમયે પોતાની રૂપ મોટું કરી લેતા હતા. લંકા દહન સમયે હનુમાનજીએ પોતાની પૂંછને ઘણી વિશાળ કરી હતી. આ સિવાય તેમણે લંકામાં માતા સિતાને પોતાના સ્વર્ણ રૂપના દર્શન કરાવ્યા હતા.

4. મોરારી બાપૂએ કહ્યું કે, હનુમાનજીને સમાસ(સૂક્ષ્મ) વિજ્ઞાનું પણ જ્ઞાન હતું. રામાયણમાં જણાવ્યું છે કે, લંકા જતા સમયે સમુદ્ર પર કરવા માટે હનુમાનજીએ અતિ સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ સૂક્ષ્મ વિજ્ઞાનની જાણકારી વિના ન થઇ શકે.

5. ભજન એક વિજ્ઞાન છે. તેવું મોરારી બાપૂનું કહેવું છે. બાપૂના જણાવ્યા અનુસાર, હનુમાનજીને ભજન વિજ્ઞાનની જાણકારી હતી. હનુમાનજી નિરંતર પોતાના પ્રભુ શ્રીરામનું ભજન કરતા રહેતા હતા. આ કોઇ સાધારણ વાત નથી.Recent Story

Popular Story