બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Morari bapu statement on gujarat schools Ishvariya school Amreli

અમરેલી / VIDEO: 'ગુજરાતમાં જેવી શાળા-કોલેજો છે તેવી બીજા રાજ્યમાં નથી' : ઇશ્વરીયા ગામે શાળાના લોકાર્પણ કાર્યક્રમમાં મોરારી બાપુનું નિવેદન

Hiren

Last Updated: 04:18 PM, 26 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલીના ઈશ્વરીયા ખાતે અદ્યતન પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કથાકાર પૂજ્ય મોરારી બાપુ ઉપસ્થિત રહ્યા હતા.

  • ઇશ્વરીયા ખાતે સ્કૂલ લોકાર્પણનો યોજાયો કાર્યક્રમ
  • સ્કૂલ લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે મોરારી બાપુ રહ્યા હાજર
  • મોરારી બાપુએ ગુજરાતની સ્કૂલ-કોલેજની કરી પ્રસંશા

કેન્દ્રીય પશુપાલન મંત્રી પરસોત્તમ રુપાલાના વતન અમરેલીના ઈશ્વરીયા ગામે પૂજ્ય મોરારી બાપુના હસ્તે પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે હવે ભાજપ અને આમ આદમી પાર્ટીના શિક્ષણ મોડલ વાતો વચ્ચે કથાકર પણ ભાજપની વ્હારે આવ્યા છે. આજે કેન્દ્રિયમંત્રી પુરસોત્તમ રૂપાલા ગામની શાળા ઉદ્ઘાટન પ્રસંગે સારી શાળા અંગે મોરારી બાપુએ નિવેદન આપ્યું છે.

અન્ય રાજ્યો કરતા ગુજરાતની શાળાઓ-હાઈસ્કૂલો ખૂબ સારી છેઃ મોરારી બાપુ
મોરારી બાપુએ ગુજરાતની સ્કૂલ-કોલેજની પ્રસંશા કરતા કહ્યું કે, કથાકાર નાતે વિવિધ પ્રાંતમાં ફરું છું, હું સમગ્ર દેશમાં ફરું છું. પરંતુ અન્ય ગુજરાતની પ્રાથમિક શાળા જેવી શાળા બીજા પ્રાંતમાં નથી. ગુજરાતમાં જેવી સ્કૂલો છે તેવી બીજા પ્રાંતોમાં હાઇસ્કૂલો પણ નથી. ગુજરાતમાં જેવી હાઇસ્કૂલો છે, તેવી અન્ય પ્રાંતોમાં કોલેજો પણ નથી. બીજા પ્રાંતમાં કંઇ ઓછુ છે એવું નથી પરંતુ ગુજરાતની વાત અલગ છે. અન્ય રાજ્યો કરતા ગુજરાતની શાળાઓ-હાઈસ્કૂલો ખૂબ સારી છે. 

આ શાળા લોકાર્પણ અંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, 1883માં ગાયકવાડ સરકારે શરૂ કરેલી આ શાળાનો “મદદ” ટ્રસ્ટ દ્વારા જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. એક ગામની પ્રાથમિક શાળાને લોકો ખાસ જોવા આવે તેવું આ સરસ્વતી મંદિર બનાવવામાં આવ્યું છે. ટ્રસ્ટ સાથે સંકળાયેલ સૌ કોઈની ભાવનાને બિરદાવું છું.

સંકળાયેલા મુદ્દાઓ

morari bapu school ગુજરાત મોરારી બાપુ શાળા morari bapu
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ