moradabad rape victim hanged to death in amroha three policemen suspended akhilesh yadav attacks bjp
બળાત્કાર /
આરોપીએ સગીરાનો રેપ કર્યા બાદ તેની હત્યા કરી, ઈન્સ્પેક્ટર સહિત 3 સસ્પેન્ડ, અખિલેશ યાદવે ભાજપ પર કર્યો હુમલો
Team VTV11:40 AM, 01 Nov 21
| Updated: 11:44 AM, 01 Nov 21
યુપીના અમરોહ જનપદમાં ઢબારસી વિસ્તારમાં સપ્ટેમ્બર મહિનામાં દુષ્કર્મનો શિકાર બનેલી સગીરાની લાશ રવિવારે ખેતરમાં લીમડાના ઝાડ પર ફાંસી ખધેલી સ્થિતિમાં મળી છે.
પીડિતાના પરિવાજનોએ હત્યાનો આરોપ લગાવતા પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યો
25 સપ્ટેમ્બરે કે યુવક મોનૂ શર્માએ ઘરમાં ઘૂસીને સગીરાનો રેપ કર્યો હતો
અખિલેશ યાદવે ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ આપી
પીડિતાના પરિવાજનોએ હત્યાનો આરોપ લગાવતા પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યો
મૃતકના પરિવારજનોએ રેપના આરોપીઓ પર હત્યાનો આરોપ લગાવતા પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યો. આ બાદ એક્શનમાં આવેલી પોલીસે આરોપી મોનૂ શર્મા તેની મા વિમલા અને ભાઈ પર હત્યાનો કેસ નોંધ્યો છે. પોલીસે આરોપીની માની ધરપકડ કરી દીધી છે. આ દરમિયાન એસપીએ મામલામાં બેદરકારી વર્તનારા આદમપુર પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટર સતીશ કુમા આર્ય, કોન્સ્ટેબલ રાહુલ કુમાર અને સુમિત કુમારને સસ્પેન્ડ કર્યા. એસપી પૂનમે મામલામાં પોલીસની ભૂમિકાની તપાસ એસએસપીને સોંપી છે.
25 સપ્ટેમ્બરે કે યુવક મોનૂ શર્માએ ઘરમાં ઘૂસીને સગીરાનો રેપ કર્યો હતો
જણાવી દઈએ કે ઘટના આદમપુર પોલીસ સ્ટેશનના એક ગામની છે. આરોપ છે કે 25 સપ્ટેમ્બરે કે યુવક મોનૂ શર્માએ ઘરમાં ઘૂસીને સગીરાનો રેપ કર્યો હતો. રવિવારે સવારે તે ખેતરમાં ઘાસ ચારો લેવા ગઈ હતી. મોડા સુધી પાછી ન ફરતા પરિવાર તેને શોધવા નીકળ્યો ત્યારે સગીરનાની લાશ ઝાડ પર ફાંસી ખાધેલી હાલતમાં મળી હતી. તેના હાથ પગ રસ્સીથી બાંધેલા હતા. આ બાદ વાતાવરણ ગરમાયુ હતુ. લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાઈ હતી.
પરિવારજનોએ પોલીસ પર આરોપ આ લગાવ્યો છે
પરિવારજનોનો આરોપ છે કે પોલીસે રેપના મામલાને પહેલા છેડતીની કલમ હેઠળ નોંધ્યો હતો. પરંતુ પીડિતાના મેજિસ્ટ્રેટ સામેના નિવેદન તથા તેના મેડિકલ રિપોર્ટને દુષ્કર્મની કલમ જોડવામાં આવી. પરિવારજનોએ એમ પણ આરોપ લગાવ્યો કે આરોપીની ધરપકડ ન થવાના કારણે સગીરાની હત્યા થઈ છે.
અખિલેશ યાદવે ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ આપી
બીજી તરફ સામાજિક પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે ઘટના પર દુઃખ વ્યક્ત કરતા સરકાર પર નિશાનો સાધ્યો. તેમણે ટ્વીટ કરી લખ્યુ, અમરોહામાં દુષ્કર્મની શિકાર બનેલી સગીર પીડિતાની હત્યાનો મામલો બહું ગંભીર, દુઃખદ તથા શર્મજનક છે. શ્રદ્ધાંજલિ આ સંબંધમાં કેટલાક ભ્રષ્ટ પોલીસવાળાઓને સસ્પેન્ડ કરી યુપીની ભાજપ સરકાર બચી ન શકે. દુષ્કર્મના આરોપી સપ્ટેમ્બરથી ફરાર છે. હકિકતમાં યુપીમાં સરકાર જ ફરાર છે નિંદનીય.