બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન મોરા તેજીથી બાંગ્લાદેશના ચટગાવની તરફ આગળ વધી રહ્યું છે. મોરા બપોર પછી ચટગાવ પાસેના દરિયાકાંઠાને પાર કરશે. જે સમયે આ ચક્રવાત દરિયા કાઠાને ટકરાશે તે સમયથી સિવિયર સાઇક્લોનિક સ્ટૉર્મની કેટેગરીવાળું વાવાઝોડું છે.
મોસમ વિભાગે બે દરિયાઇ પોર્ટ્સ માટે 10 સ્કેલ પર સર્વોચ્ચ સ્તરની ચેતવણી જાહેર કરી છે. તો મોરાના પ્રકોપથી બાંગ્લાદેશને બચાવવા માટે ભારતીય નૌસેના સંપૂર્ણ રીતે તૈયાર છે. નૌસેનાના જહાજોને તૈયારીના ઉચ્ચત્તમ સ્તર પર રાખવામાં આવ્યા છે. જેથી મોરા બાંગ્લાદેશને પોતાની ચપેટમાં લે તો પાડોશી દેશની મદદ કરી શકાય.
બાંગ્લાદેશ તરફ વધી રહ્યું છે મોરા વાવાઝોડું
બાંગ્લાદેશને મોરાથી બચાવવા ભારતીય નૌસેના સજ્જ
પાડોશી દેશને મદદ કરવા જહાજ તૈયાર રખાયા
બપોર સુધીમાં ચટગાવ દરિયાકિનારો પાર કરી શકે મોરા