બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / દર મહિને 1000 રૂપિયાની SIP કરાવી બની શકાય કરોડપતિ, આ રીતે કરો ઈન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ

બિઝનેસ / દર મહિને 1000 રૂપિયાની SIP કરાવી બની શકાય કરોડપતિ, આ રીતે કરો ઈન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ

Last Updated: 07:27 PM, 10 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે જાણીએ કે 1000 રૂપિયા, 2000 રૂપિયા અને 3000 રૂપિયાની SIP કંટ્રીબ્યુશનથી 1 કરોડના ફાઈનેન્શિયલ ગોલને મેળવવામાં કેટલો સમય લાગશે. આ ગણતરી 12% વાર્ષિક રિટર્ન અને દર વર્ષે SIP રકમમાં 10% ના વધારા પર આધારિત છે.

SIP મ્યુચ્યુઅલ ફંડમાં ઈન્વેસ્ટમેન્ટ ખૂબ જ સરળ પદ્ધતિ છે. એમાં દર મહિને એક ચોક્કસ રકમ પોતાના એકાઉન્ટથી ડેબિટ થઈ જાય છે. કારણ કે SIPમાં ઇન્વેસ્ટરને ઓછા રિસ્ક સાથે સારું રિટર્ન મળે છે,  એટલા માટે આ ભારતમાં ઇન્વેસ્ટરો વચ્ચે ધીરે-ધીરે ફેમસ બનતી જાય છે. એસોશિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઇન ઈન્ડિયા (AMFI)ના ગુરુવારે જાહેર કરેલા આંકડા અનુસાર, SIPએ પહેલી વાર ડિસેમ્બરમાં 26,000 કરોડ આંકડાને પાર કરી લીધો છે. આ મ્યુચ્યુઅલ ફંડમાં લોંગ ટર્મના ઇન્વેસ્ટમેન્ટમાં સ્મોલ ઇન્વેસ્ટર્સના વધતા રસને દર્શાવે છે.  

mutual-fund-sip-return

ડિસેમ્બરમાં SIP માં ઈન્વેસ્ટર્સનું કોન્ટ્રીબ્યુશન આટલું રહ્યું

ડિસેમ્બર, 2024માં SIPમાં ઈન્વેસ્ટર્સનું કોન્ટ્રીબ્યુશન 26,459 કરોડ રૂપિયા રહ્યું, જે નવેમ્બર 2024માં 25,320 કરોડ રૂપિયા હતું. આ સિવાય, મ્યુચ્યુઅલ ફંડ ફોલિયો ડિસેમ્બરમાં વધીને 22.50 કરોડ થઈ ગયું, જે ગત મહિને 22.02 કરોડ હતું.  

વૈશ્વિક લેવલે ઇક્વિટી માર્કેટને ચૂનોતી આપતી અમુક ભૂ-રાજનીતિક સ્થિતિને છતાં ડિસેમ્બર, 2024માં માસિક રૂપે SIP કંટ્રીબ્યુશનમાં દર વર્ષે 50%  સુધી વધારો થયો.  

તો ચાલો આજે જાણીએ કે 1000 રૂપિયા, 2000 રૂપિયા અને 3000 રૂપિયાની SIP કંટ્રીબ્યુશનથી 1 કરોડના ફાઈનેન્શિયલ ગોલને મેળવવામાં કેટલો સમય લાગશે. આ ગણતરી 12% વાર્ષિક રિટર્ન અને દર વર્ષે SIP રકમમાં 10% ના વધારા પર આધારિત છે.

PROMOTIONAL 12

દર મહિને 1,000 રૂપિયાની SIPમાં વાર્ષિક 10% વધારો

જો તમે વાર્ષિક 10% સ્ટેપ અપ સાથે દર મહિને 1000 રૂપિયાનું ઇન્વેસ્ટ કરો છો અને દર વર્ષે 12% સુધી રિટર્ન મેળવવાની આશા છે, તો તમે 31 વર્ષમાં લગભગ 1.02 કરોડ રૂપિયા જમા કરી શકો છો.  

2,000રૂપિયાની મંથલી SIP

આ રીતે જ મહિનાની 2000ની SIP વાર્ષિક 10% સ્ટેપ-અપ સાથે દર વર્ષે 12% રિટર્ન પર 27 વર્ષોમાં તમે 1.15 કરોડ રૂપિયા સુધી જમા કરી શકો છો.  

વધુ વાંચો: શેરબજાર છોડો સરકારની આ સ્કીમમાં કરો રોકાણ, 100 રૂપિયાની બચતથી એકઠું થશે લાખોનું ફંડ

મહિનાના 3,000 રૂપિયાની SIP

મહિનામાં 3000 રૂપિયાની SIP 10%ના રેટથી આગળ વધતા 12% એન્યુઅલ રિટર્ન પર 24 વર્ષમાં 1.10 કરોડ રૂપિયા થઈ જશે. આની ટર્મમાં તમારી કૂલ ઇન્વેસ્ટ કરેલી રકમ 31.86 લાખ રૂપિયા અને રિટર્ન 78.61 લાખ રૂપિયા થશે. 

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

sip business tips mutual fund
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ